આ બહુ મોટું નગર !–કૈલાસ પંડિત

આ બહુ મોટું નગર !—- કૈલાસ પંડિત
આ બહુ મોટું નગર !
છે દિવસ ને રાતના જેવું કશું,
જાણ છે એની ફક્ત લોકોને બસ.
કોણ કોનું સાંભળે કહેવાય ના !
પણ બધાં ઘડિયાળની ટકટકને વશ.
જોઇ સૂરજને હસે છે કૂલરો
અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે,
ટાઇપ થયેલા પત્ર જેવા માણસો
સ્મિતનું પૃથક્કરણ કરવું પડે.
મૂંગા,મૂંગા, માણસો ચાલ્યા કરે .
હાથ પોલીસનો સતત હાલ્યા કરે.
લાલ લીલી બત્તી પર સહુની નજર,
સિગ્નલોના શ્વાસથી જીવતું નગર.
હા, બહુ સંભાળજો, આ ભીડમાં
કોઇનો ધક્કો જરી લાગે નહીં
આંખ ઢાળી ચાલતા સજ્જન તણી
આંગળીઓ ભુલથીજ તો નહીં.
આ બહુ મોટું નગર.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
4 comments on “આ બહુ મોટું નગર !–કૈલાસ પંડિત
  1. pragnaju કહે છે:

    સુંદર રચના
    ફરી માણવાની પણ મઝા આવી
    યાદ આવી
    તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
    ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
    અને
    નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
    ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે.

  2. સુનીલ શાહ કહે છે:

    જોઇ સૂરજને હસે છે કૂલરો
    અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે,
    ટાઇપ થયેલા પત્ર જેવા માણસો
    સ્મિતનું પૃથક્કરણ કરવું પડે.
    સુંદર !

  3. સુરેશ કહે છે:

    શહેરી સંસ્કૃતીની બીજી એક રચના વાંચવા મળી. આભાર.
    તેમનો પરીચય મેળવી આપશો તો આભારી થઈશ.

  4. Pinki કહે છે:

    કોણ કોનું સાંભળે કહેવાય ના !
    પણ બધાં ઘડિયાળની ટકટકને વશ.

    ghadiyalni taktakne karane j
    mansoni kachkach vadhi gai ane
    pachhi ,
    કોણ કોનું સાંભળે કહેવાય ના !

    vaah ….. gopalbhai, saras !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,343 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: