ભગવાનનો પત્ર !—-ડૉ.આઇ.કે. વીજળીવાળા

બુધવાર,કારતક વદ ચોથ 2064 ને 28 નવેમ્બર 2007

ભગવાનનો પત્ર !******ડૉ.આઇ.કે.વીજળીવાળા તારીખ: આજની જ
પ્રતિ, તમોને જ
વિષય: જિંદગી અને તમે !
ભાઇશ્રી/બહેનશ્રી, હું ભગવાન—આજે તમને બે શબ્દો લખવા માંગું છું.ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઇ પણ જગ્યાએ જરૂર પડવાની નથી.હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી.તમારે ફકત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રય્ત્ન કરવાનો છે:
(1)જિંદગી તરફથી એવી કોઇ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઇ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબોક્ષમાં મૂકી દેવી.એના ઉપર –ભગવાનને માટે—એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્ષમાં સમસ્યા મૂક્યા પછી એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
(2)તમે ધંધાની કોઇ આફતમાં ઘેરાઇ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફ્કત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
(3)ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તું જેવું હોય.
(4) તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાંકામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
(5) તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુઃખી દુઃખી થઇજવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુંટુંબનું પેટ ભરવા માટે રોજરોજ કપરી મજૂરી કરવી પડતી હોય.જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
(6)ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો.
(7)તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મ્રૂત્યુ આંબી ગયું હોય.
(8)કોઇ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુક્શાન પહોંચાડે તો પણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
(9) કોઇ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઇ જાવ તો કૅંન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશજ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઇ જાય તેવું કરજો.

એ જ લિ., ભગવાનની આશિષ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
3 comments on “ભગવાનનો પત્ર !—-ડૉ.આઇ.કે. વીજળીવાળા
 1. RASHMIKANT C DESAI કહે છે:

  Good views (thoughts). But do they have to be put in God’s mouth?

 2. હરીશ દવે કહે છે:

  ખૂબ સુંદર કૃતિ, ગોપાલ ભાઈ!

  .. ……….. હરીશ દવે અમદાવાદ

 3. Anonymous કહે છે:

  Very good article.

  For those who believe in God, God can speak and therefore these word has come from the mouth of God.

  So much skeptical readers…God save them.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: