ભગવદ્ ગીતા એટલે…./સુરેશ દલાલ

મંગળવાર કારતક સુદ દશમ 2064 ને વીસમી નવેમ્બર 2007

ભગવદ ગીતા એટલે…./શ્રીસુરેશ દલાલ (પ્રથમ આવ્રૂત્તિ :1997/પાનું ક્રમાંક 16 અને 17)

અધ્યાય બીજો—સાંખ્ય યોગ
જોકે અર્જુનનો આ વલોપાત ભીતરના સાચા વૈરાગ્યમાંથી નથી ઉદ્ ભવ્યો, પણ મોહનું પરિણામ છે. એ જે કંઇ બોલે છે, તે દ્યાથી પ્રેરાઇને બોલે છે.આ દયા પણ ક્ષણભંગુર છે. એ અન્ય પ્રત્યેની દયા છે અને જાત પ્રત્યેની દયા છે. દયા છે પણ કરૂણા નથી. આ બધું પોતે કરેલી કરૂણતામાંથી ઊપજ્યું છે.(પેટ ચોળીને પીડા ઊભી કરી છે.). અર્જુનની આવી સ્થિતિ જોઇને ક્રૂષ્ણ કહે છેકે, તને આવો મોહ કેવી રીતે ઊપજ્યો? ક્ષત્રિય માટે તો યુધ્ધ તે અવસર.અને આ તો ધર્મયુધ્ધ. તેં ધન્ય પળને વસમી પળ બનવી દીધી.આ વાત આર્યને શોભે એવી નથી.આર્ય તો સંસ્ક્રૂત હોય, સુસંસ્ક્રૂત હોય, જ્ઞાની હોય, સ6સ્ક્રૂતિનું રક્ષણ કરનારો હોય. તું તો અનાર્યની જેમ, કહો કે કંઇક અંશે બર્બરની જેમ, જંગલીની જેમ વર્તે છે. તારૂં આ વર્તન તારા નામને અને કામને શોભા આપે એવું નથી.ક્ષત્રિય થઇને રણમાંથી ભાગી છૂટવાની વાત સ્વર્ગને હરી લેશે, યશ્ને પણ હરી લેશે. એવી માન્યતા છે કે યુધ્ધમાં જે હણાય તેને સ્વર્ગ મળે પણ આ માન્યતાને કોરે મૂકીએ તો પણ અત્યારે તો આ પરિસ્થિતિમાં અર્જુન નારકીય યાતના અનુભવી રહ્યો છે.સ્વર્ગ કંઇ વૈતરણીની પાર નથી હોતું,પણ આપણે જે રીતે વિચારીએ, જે રીતે આચરીએ, એમાં જો વિવેક હોય, સમતુલા હોય, ઔચિત્ય હોય, પ્રસન્નતા હોય, સ્વસ્થતા હોય તો સ્વર્ગ એ આપણા મનમાં જ રચતી યશોદાયી ભૂમિ છે. આપણે આપણા વિષાદને ઓળંગી જઇએ અને આપણે સનાતન સ્મિતની પાલખીમાં બેઠા હોઇએ એનો અનુભવ એ સ્વર્ગનો જ અનુભવ છે.કાયરતા એ કોઇને પણ શોભે એવી વાત નથી. સાચો માણસ પરિસ્થિતિથી ભાગી છૂટતો નથી પણ પરિસ્થિતિનો મુકાબલો કરે છે.પરિસ્થિતિથી ભાગી છૂટવું એ નબળા હ્રદયની, નબળા મનની નિશાની છે.ક્રૂષ્ણ કહે છે, તું આ બધા નબળા વિચારો છોડી દે. અને ગીતાકાર શબ્દનો બહુ માર્મિક ઉપયોગ કરે છે. આ નબળા વિચારો છોડવાની વાત જ્યારે ક્રૂષ્ણ અર્જુનને કહે છે, ત્યારે તેને ‘પરંતપ’ કહીને સંબોધે છે.પરંતપ શબ્દનો અર્થ શત્રુનો નાશ કરનાર. આ સંદર્ભમાં પરંતપ શબ્દ કેટલા બધા ઔચિત્યથી વપરાયો છે ! ક્રૂષ્ણ બોલે છે, અર્જુન સાંભળે છે પણ અર્જુન ક્રૂષ્ણની વાતને પૂરેપૂરી સમજતો નથી અને એ સામી દલીલ કરે છે. અર્જુન પ્રામાણિક છે. પોતાને જે કંઇ વિચાર આવે છે, ભલે એ સાચાખોટા હોય, પણક્રૂષ્ણને કહ્યા વગર રહેતો નથી.એની દલીલો રંગીન ફુગ્ગાઓ જેવી છે. કોઇ ભોળો માણસ હોય તો માની જાય, પણ ક્રૂષ્ણ એ માનવા તૈયાર નથી, કારણકે ક્રૂષ્ણ જાણે છે કે અર્જુનની બધી જ વાતો એક રળિયામણી અગાશી જેવી છે. એના ભોંયતળિયામાં તો કંઇક જુદું જ હોવું જોઇએ,જેની ખુદ અર્જુનને પણ ખબર નથી. અર્જુનની દલીલ એ છે કે, આ ભીષ્મ અને દ્રોણ, જેમની મારે પૂજા કરવી જોઇએ, એમને રણસંગ્રામમાં મારી શકું? દ્રોણ એ તો ગુરૂ. ગુરૂનો અર્થ—‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે એ અંધકારને દૂર કરનાર.અર્જુન ભીષ્મને પૂજ્ય માને છે, દ્રોણને ગુરૂ માને છે, સચ્ચાઇથી એ બન્નેને સ્વીકારે છે. પણ એ પોતે જો એટલું સમજે કે એના ગુરૂ,જેને માટે એને પૂજ્યભાવ છે એ પ્રતિભાવંત વ્યક્તિઓ તો કૌરવના પક્ષમાં છે, અધર્મના પક્ષમાં છે, તો પછી એવા ગુરૂનો સ્વીકાર એ બીજું કંઇ નહિ પણ અસત્ય, અધર્મ અને અંધકારનો સ્વીકાર છે.આ સ્વીક્રૂતિ એ પ્રક્રૂતિ નથી,સંસ્ક્રૂતિ પણ નથી, પૅન ચિત્તની વિક્રૂતિ છે.અર્જુન દલીલોનું લીંપણ કર્યે જાય છે.મનને મનાવવાની વાત છે. કહે છે, આવા ગુરૂઓ-મહાત્માઓને હણવા એના કરતાં તો ભીખ માગવી એ વધુ સારૂં. ગુરૂને મારીને ભોગ માણવાનો આ લોહિયાળ રસ્તો મારે સ્વીકારવો નથી. આ બધાં પાપ મારે આ લોકમાં જ ભોગવવાં પડશે. પોતાને અનુકૂળ આવે એવા પાપપુણ્યનાહાંસિયા પાડીને અર્જુન પોતે જ વાતો કર્યે જાય છે.એ કહે છે કે અત્યારે તો મને કંઇ જ સમજ પડતી નથી . અમારો જય થાય કે તેમનોજય થાય. અમારૂં હિત શેમાં છે તે સૂઝતું નથી.આંખ સામે છે ધ્રુતરાષ્ટ્રના પુત્રો—કૌરવો, ભાઇ ભાંડુઓ,સ્વજનો. આ બધાને મારીને જીવવાનો કોઇ અર્થ છે ખરો? એ કબૂલે છે તો ખરો કે મને કશું સૂઝતુંનથી, નથી સમજ પડતી કે મારો ધર્મ ક્યો, મારૂં કર્તવ્ય ક્યું.મારે સ્વાભાવિક વ્રૂત્તિ તો નાશ પામી ગઇ છે,હું કશુંકળી શકતો નથી.મારૂં શ્રેય શેમાં વસ્યુંછે એનાથી સાવ અજ્ઞાન છું. હું શિષ્ય થઇને તમારે શરણે આવ્યો છું.મને દર્શન આપો,માર્ગદર્શન આપો.મારે કશું જ જોઇતું નથી, નથી જોઇતી સમરુધ્ધિ, નથી જોઇતુ6રાજ્ય. દેવલોકમાંય કશું મળે એનો કશાયનો મને ખપ નથી.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 569,568 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: