લોકગીતા ભાગ ત્રણ

લોક ગીતા —સ્વામી આનંદ
ભાગ-ત્રણ (અધ્યાય નવમો)
ત્યાં ધ્યાની કર્મયોગી રાજરુશિનું પૂછવું જ શું? જાણ નિશ્ચે કરી મારા ભક્તનો નાશ ના કદી……46
જે જે કૈં ખાય આપે કે જપતપ ધ્યાન તું કરે કરવાના કામ તે સરવે મને જ કર અર્પણ…….47

અધ્યાય દશમો(વિભૂતિ યોગ) ન જાણે મહિમા મારો મહર્ષિ દેવ કે મુનિ મૂળ હું સર્વ સ્રૂષ્ટિનું, જાણે તે સૌ ભજે મને……………..48
મનપ્રાણે હું જ એવા એ, બોધ લે દે પરસ્પર રહે સંતોશ આનંદે સૌ ભીના મુજ કીર્તને……………….49
એવા રંગાયલા ભીના ભક્ત પ્રીતે ભજે મને એવાને સમજણ શ્રેષ્ઠ દઇને હું મળું નકી……………….50
મહિમાવંત પ્રભુ ! કેમ ઓળખું મહિમા તુજ, તારી કૈં કૈં વિભૂતિનું કરવું ધ્યાન ચિંતન………………..51
ભલે, લે સાંભળી અર્જુન ! થોડી મારી વિભૂતિઓ અંત ના’વે કદી એનો, વિગતે વદવા જતાં…………….52
વસું છું આત્મરુપે હું જીવમાત્ર તણા રુદે સચરાચર સર્વેનું આદિ ને અંત, મધ્ય હું………………..53
આદિ ઉચ્ચાર ૐ કાર, અક્ષરોમાં અ’કાર હું કીર્તિ લક્ષ્મી બુધ્ધિ નારીમાં, સ્મ્રૂતિ વાણી ધારણા ક્ષમા.54
જ્યોતમાં જ્યોત હું સૂર્ય, નક્ષત્રોમાં હું ચંદ્રમા નદીઓમાં છું હું ગંગા, સ્થાવરોમાં હિમાલય……………..55
ઐરાવત હાથીઓમાં હું ધેનુમાં કામધેનુ હું મ્રૂગોનો રાજ હું સિંહ પક્ષીઓમાં ગરૂડ હું………………….56

શસ્ત્ર અસ્ત્ર મહીં વજ્ર, જમ નામે મ્રૂત્યું હું જ છું ક્રૂષ્ણ અર્જુન હું પોતે, વ્યાસ નારદ હું મુનિ……………….57

જે જે કૈં મહિમાવંતું શ્રેષ્ઠ શ્રીવંતું વિશ્વમાં
મારા જ તેજનું તે તે એક કિરણ જાણ તું………………….58

અથવા શું કહું? મારા મહિમાનો અંત છે નહિ જાણે એક જ અંશે થી વિશ્વને વ્યાપી હું વધ્યો !…………59

અધ્યાય અગિયારમો-(વિશ્વરૂપ દર્શન યોગ)
વળી લે જોઇ જાતે જ, જે બધું આ ઘડી કહ્યું કહીને રૂપ વૈરાટ,દેખાડ્યું પ્રભુ યેં પછી……………………60
તત્ક્ષણે અર્જુને જોયું રૂપ આકાશ જેવડું
હજારો હાથપગ જેને, હજારો આંખ મસ્તક !……………..61

હજારો સૂર્યનાં તેજ આભમાં પ્રગટે ભલે ન આવે તો ય એ તોલે એના અંબાર તેજને………..62

ત્યાં જોયા અર્જુને સર્વે સ્રૂષ્ટિનાં સચરાચર
રોમે રોમે દંગ થૈ ઉભો, કહે આશ્ચર્યથી પછી:…………..63
અર્જુન બોલ્યા:
હે દેવ! ભાળું તુજ દિવ્ય રૂપ
તારાં ઉદર નેત્ર ન ગણાય એમાં
ન આદિ કે મધ્ય ન ક્યાંય છેડે
અંજાય આંખો તુજ તેજથી આ……………………………..64
આ આભ ધરતી ભરીને ઊભો
તું દસે દિશા દેવ ! તેં વ્યાપી લીધી
આવું નિહાળી તુજ ઉગ્ર રૂપ
ભાળું ત્રણે લોક ગભરાઇ ઊઠ્યાં…………………………..65

વિકરાળ મુખથી તું અગ્નિ ઓકે
જીભોની ઝાળો ત્રણ લોક ચાટે
હું યે પરેશાન તુજ તાપથી પ્રભુ !
ધરે ન હૈયું ક્ષણ એક ધીર………………………………66

વિકરાળ દાઢો મહીં આ ચવાય
ભીશમપિતા,દ્રોણગુરૂ, કર્ણવીર
કુરુ પાંડવોનો ન કરે તું ટાળો
ભાળું બધા જોધ ભેળાં ચવાતા !……..67

ધસે નદીનાં પૂર જેમ સાગરે
દીવે ધસે જેમ પતંગ ટોળાં
ભભૂકતાં તેમ તુજ આ મુખોમાં
જોધ્ધા બધાને ધસતા હું ભાળું……….68
આવા કહો કોણ તમે ભયાનક?
ક્રૂપા કરો દેવ ! નમું, ન કોપો;
હું જાણવા આતુર આદિદેવ !
પ્રવર્તિ સમજાય ન આ તમારી………69
ભગવાન કૅછે: હું કાળ પોતે છું સંહાર સૌનો
ઉઠ્યો ભરખવા જગ આજ આખું
નાંખ્યા છ સૌને હણી ક્યારના મેં
તારે તો થાવું છે નિમિત્ત માત્ર………70
અર્જુન બે હાથ જોડી સ્તુતિ કરેછે:
હે દેવ !તું તાત ચરાચરોનો
તું પૂજ્ય સૌ નો, ગુરૂ દેવતા તું
તારા સમો કોય ન મળે ત્રિલોકે
ત્યાં તુંથી સરસો પછી હોય કોણ?…..71
તું દેવ, આદિ,તું પુરાણ પુરશ્ચ
તું વિશ્વ આખાનું શરણું નકી છે.
નમું નમું તુંને હજાર વાર
ફરી ફરી લળી લળીને નમું હું……….72

જાણ્યો ન મહિમા તુજ આવડો મેં
હે ક્રૂષ્ણ ! હે જાદવ ! એમ કહેતો
મારો બધો એ અવિનય અમાપ
થયો અજાણ્યે, કરજે ક્ષમા તું………..73
કદી ન જોયેલું તે જોઇ હરખ્યો
છતાં ભયે વ્યાકુળ હજીયે
હવે ખમૈયા કર હે વિરાટ !
થા તું ભલો થૈ ફરી વાર નાનો……..74
ભગવાન કે’છે:
ભાળ્યું ને રૂપ તેં મારું? જેનું દર્શન દોહ્યલું
લે હવે રૂપ લઉં પાછું, જાણીતું જે તને સદા……75

જે મારાં કામમાં લીન, ભક્તિભીનો ય તેટલો
જગે નિર્લેપ નિર્વેર તે જંપે મુજમાં નકી………76

:

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
ઓક્ટોબર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: