ભાદરવા સુદ એકમ,2063 ને બુધવાર, 12સપ્ટેમ્બર 2007
પાંપણનો તકાજો – મકરંદ દવે
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સુમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત,
તો કોણ અહીં આવ્યું? આ કોની તે આહટ છે?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપળ,
પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઇ,
નાપાક છે ન દુનિયા, ના કોઇ નપાવાટ છે.
મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે!
મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત,
નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને
બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને
બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.
વાહ ! આ સાંઈ જ લખી શકે.
સુંદર રચના… આભાર…
Thank you for your comment on ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો , I have added your site to ફોર એસ વી – સંમેલન that way more readers can know about it and read it.
An excellent crafting of words …..
… Harish Dave Ahmedabad