ઘૂ ઘૂ ઘૂ –મિનપિયાસી/અભિયાન/15.02.1993

 

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછૂંદરોનું છૂ છૂ છૂ

કૂજનમાં શી કક્કાવારી? હું કૂદરતને પૂછુ છું,

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હુ હુ હુ….કબૂતરોનું….

લખપતિઓના લાખ નફામાં સાચુંખોટું કળવું શું?

ટંકટંકની રોટી માટે રંકજનોને રળવું શું?

 હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ! તું પ્રભુ તું….કબૂતરોનું..

સમાનતાનો  સમય થાશે ત્યાં ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણિધરો શાં ફૂ ફૂ ફૂ

થા થા થઇને થોભી જાતાં સમાજ કરશે ઘૂ ઘૂ ઘૂ ….કબૂતરોનું…

 

પરમેશ્વરતો પહેલું પૂછશે કોઇનું સુખદુ:ખ પૂછ્યુંતું?

દર્દભરી દુનિયામાં જઇણે કોઇનું આંસુ લૂછ્યુંતું?

ગેં ગેં ફે ફે કરતાં કહેશો હે હે હે હે ! શું શું શું ….કબૂતરોનું….  

 

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
4 comments on “ઘૂ ઘૂ ઘૂ –મિનપિયાસી/અભિયાન/15.02.1993
  1. Bhajman Nanavaty કહે છે:

    વાહ ગોપાલભાઇ,

    ખજાનો મળ્યો ! આપના બ્લોગની પહેલેથી વાંચવાની શરુઆત કરી. (આપની જેમ નિવૃતિનો સદુપયોગ!) પહેલો ઘા ખાલી ગ્યો. (જુલાઇ 2007) ઑગસ્ત 07 ને પ્રથમ પોસ્ટ શોધતાં ચમકારો !. ત્રણ-ચાર વર્ષથી TV પર સારાભાઇ શ્રેણીમાં રોસેશ નામના પાત્રની કવિતા પ્રલાપ સાંભળતાં આ કાવ્ય યાદ આવ્યું હતું. પણ ક્યાંયથી જડતું ન હતું.

    બહુ ઓછા જાણીતા કવિ મીનપિયાસીની અમર રચના.
    ( મુદ્રા રાક્ષસ- થા થા થઇને થોભી જાતાં સમાજ કરશે “ઘૂ ઘૂ ઘૂ” ને બદલે–થૂ થૂ થૂ ન જોઇએ ? 100% મને ખબર નથી )

    ‘વાર્તાલાપ’ પર આવવાનું આપને આમંત્રણ છે.

  2. Prachi કહે છે:

    આના સવાલોના જવાબો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: