‘આશ્રમ-ભજનાવલિ’માંથી ગુજરાતી ભજનો

‘આશ્રમ-ભજનાવલિ’માંથી ગુજરાતી ભજનો
105(પાનું:171 તથા 172
સમરને શ્રીહરિ, મેલ મમતા પરી,
જોને વિચારીને મૂળ તારું;
તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો ?
વગર સમજ્યે કહે મારું મારું. 1
દેહ તારી નથી, જો તું જુગતે કરી,
રાખતાં નવ રહે નિશ્ચે જાયે;
દેહસંબંધ તજ્યે અવનવા બહુ થશે,
પુત્ર કલત્ર પરિવાર વહાયે. 2
ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે,
એ જ તારે અંતરાય મોટી;
પાસે છે પિયુ અલ્યા, તેને નવ પરખિયો,
હાથથી બાજી ગઈ, થયો રે ખોટી. 3
ભરનિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ઘણો,
સંતના શબ્દ સુણી કાં ન જાગે ?
ન જાગતા નરસૈંયો લાજ છે અતિ ઘણી,
જનમો-જનમ તારી ખાંત ભાગે. 4
106(પાનું: 172)
(રાગ આસા માંડ –તાલ ઝપતાલ)
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું.
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. 1
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે, 2
વેદા તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે
કનક કુંડળ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે. 3
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયોએ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. 4

વાચકગણ
  • 674,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
ઓક્ટોબર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: