Feeds:
Posts
Comments

JESAL-TORAL સ

પાપ તારું પરકાશ……

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,

 તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

 વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી ! વાળી ગોંદરેથી ગાય રે, બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી0

 પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી ! પાદર લૂંટી પાણિયાર રે, વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

 ફોડી સરોવર પાળ, તોળી રાણી ! ફોડી સરોવર પાળ રે, વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

 લૂંટી કુંવારી જાન, તોળી રાણી ! લૂંટી કુંવારી જાન રે, સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

 હરણ હર્યાં લખચાર, તોળી રાણી !હરણ હર્યાં લખચાર રે, એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી0

જેટલા મથેજા વાળ, તોળી રાણી,જેટલા મથેજા વાળ રે, એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

 પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી0

Prabhu evi daya

પ્રભુ એવી દયા કર તું//કવિ વલ્લભ

 

 

પ્રભુ એવી દયા કર તું, વિષયને  વાસના છૂટે;

ત્રિધા—તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે.

                          પ્રભુ એવી દયા કર તું…..

પરાયા દોષ જોવાની, ન થાઓ, વૃત્તિ કે ઇચ્છા.

સુતાં કે જાગતાં મનમાં, મલિન વિચાર ના ઊઠે

                           પ્રભુ એવી દયા કર તું….  

રહે નહિ, વસ્તુની મમતા, બધામાં હો, સદા સમતા;

રહે નહિ, દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા તૂટે.

                           પ્રભુ એવી દયા કર તું….

વૃત્તિ ને ઇન્દ્રિયો મારી, રહે તલ્લિન, તારામાં;

પ્રભુ ‘વલ્લભ’ રહી શરણે, અલૌકિક ભક્તિ—રસ લૂંટે.

                        પ્રભુ એવી દયા કર તું….

સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારું;

રહું ‘એકતાર’ તારામાં નહિ બીજું સ્ફૂરણ ફૂટે.

                       પ્રભુ  એવી  દયા કર તું…

===============================

આપણા સાહિત્યકારો(જેમનો જન્મદિવસ જાન્યુઆરીમાં આવે છે) તારીખ વર્ષ નામ 01     1912     અનંતરાય મ.રાવળ

 05   1905 મૂળશંકર પુંજારામ ત્રિવેદી

11   1927 કુન્દનિકા કાપડિયા

 13 1  894 દ્શળજી પરમાર

14   1910 મોહનલાલ તુ. મહેતા’સોપાન’

14   1935 લાભશંકર જા. ઠાકર

19   1940 ઇંદુ પુવાર

21    1923 વિઠ્ઠલ પંડ્યા

25  1908 રમણલાલ પીતાંબર સોની

 26   1911 ભોગીલાલ ચુનીલાલ ગાંધી

27   1888 મુનિ જિનવિજયજી

28 1913 રાજેન્દ્ર કે. શાહ

 28    1930 જયંત સુખલાલ કોઠારી

 30 18  89 જયશંકર ભૂધરદાસ ભોજક’સુંદરી’

‘એલી રાધાડી !’//દેવજી મોઢા

 

વેળ તણાં વ્હેણને થંભાવી રાખી

               મારે આવડી ને આવડી  ર્ હેવું !

મારે તો આયખાના અંત લગી

               મારા આ કાનજીની રાધાડી રહેવું !

 

માથું ગૂંથીને મારે લેવા છે મીંડલા,

               ને ચોડવી છે ટીલડી ભાલે;

આંખ મહીં આંજવાં છે કાજળ,

               ને કરવી છે મેશની ટીપકી ગાલે !

વન મહીં વાય જેમ વાયુની લ્હેર,

               એના મન મહીં મારે વાઇ ર્ હેવું !

                                             મારે તો….

 

કાનજેના મુખેથી ‘એલી રાધાડી !’

એવો સાંભળુંછું જ્યારે હું સાદ,

લાગે છે ત્યારે ને એની મીઠાશ કને

               મોળો અમરત કેરો સ્વાદ !

અમરતનો છોડીને સ્વાદ મારે પીણામાં

                 કાનજીનું વેણ પી ર્ હેવું !

                                         મારે તો…

 

મારે થાવું ન હવે રંગભીની રાધિકા,

                 થવું નથી મથુરાને રાણી,

મારે તો ગોકુલની ગ્વાલન રહેવું છે,

                અને જાવાં છે જમનાનાં પાણી !

તીર પરે ધૂમી રહ્યા ગિરધરન

            મારે શિર ઘડૂલિયો ચડાવવાનું ક્ હેવું !

                                            મારે તો….

તો કે’રાધિકા !//દેવજી મોઢા

બીજ બની ઊગે અંકાશે તે કોણ?

 તો કે’ રાધિકા !

ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ?

તો કે’ રાધિકા !

 વેલ પરે કળી બની ડોલે તે કોણ?

 તો કે’રાધિકા !

ને હૈયાં સુગંધ ભર્યાં ખોલે તે કોણ?

તો કે’રાધિકા !

યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ?

તો કે’રાધિકા !

ને કાંઠાની મર્મરમાં ગાયે તે કોણ?

તો કે’રાધિકા !

બંસીમાં મીઠું મીઠું વાજે તે કોણ ?

તો કે’રાધિકા !

ને આભના ગોરંભ મહીં ગાજે તે કોણ?

તો કે’રાધિકા !

 ધરતીને ચીરી અંકુરે તે કોણ?

તો કે’રાધિકા !

ને કળિઓને ચિત્ત સંસ્ફુરે તે કોણ ?

તો કે’રાધિકા ! =======================

KRISNA-KAAVYO—1

 Tran Radha kaavyo

 રાધા/દેવજી મોઢા

 વરસી વહાલ અગાધા

મુજમાં કાંઇ ન હોતું

 તેને યે તેં દીધ બનાવી રાધા !

 હું સાધારણ ગોપ-બાલિકા,

 તું મથુરાનો રાજા !

મિલકતમાં મટુકી મુજને,

તુજ વૈભવને નવ માઝા !

અણ—સરખાં બે અંતર,

તેને સમતા-દોરે સાંધ્યાં ! મુજમાં…

હેલ લઇ જમુના-ઘાટે

ક્યાં જલ ભરવા મુજ જાવું !

 માર્ગ મહીં ક્યાં

ચાર ચખોનું મધુર મિલન સરજાવું !

 કોઇ રંકને

 જનમજનમનાં ફળ ઓચિંતા લાધ્યાં ! મુજ….

 આજ હવે જગ સારું છોને

રહે ઉડાવી હાંસી,

છો સહિયરનો સાથ

નીરખે આંખ કરીને ત્રાંસી !

લોક નિંદતું ત્યમ ત્યમ

તારી મમતા વધતી, માધા ! મુજ…. ********************************** તો કે’રાધિકા !//દેવજી મોઢા બીજ બની ઊગે અંકાશે તે કોણ? તો કે’ રાધિકા ! ને અંતે પૂનમ થઇ પ્રકાશે તે કોણ? તો કે’ રાધિકા ! વેલ પરે કળી બની ડોલે તે કોણ? તો કે’રાધિકા ! ને હૈયાં સુગંધ ભર્યાં ખોલે તે કોણ? તો કે’રાધિકા ! યમુનાની લ્હેર મહીં વાયે તે કોણ? તો કે’રાધિકા ! ને કાંઠાની મર્મરમાં ગાયે તે કોણ? તો કે’રાધિકા ! બંસીમાં મીઠું મીઠું વાજે તે કોણ ? તો કે’રાધિકા ! ને આભના ગોરંભ મહીં ગાજે તે કોણ? તો કે’રાધિકા ! ધરતીને ચીરી અંકુરે તે કોણ? તો કે’રાધિકા ! ને કળિઓને ચિત્ત સંસ્ફુરે તે કોણ ? તો કે’રાધિકા ! ======================= ‘એલી રાધાડી !’//દેવજી મોઢા વેળ તણાં વ્હેણને થંભાવી રાખી મારે આવડી ને આવડી ર્ હેવું ! મારે તો આયખાના અંત લગી મારા આ કાનજીની રાધાડી રહેવું ! માથું ગૂંથીને મારે લેવા છે મીંડલા, ને ચોડવી છે ટીલડી ભાલે; આંખ મહીં આંજવાં છે કાજળ, ને કરવી છે મેશની ટીપકી ગાલે ! વન મહીં વાય જેમ વાયુની લ્હેર, એના મન મહીં મારે વાઇ ર્ હેવું ! મારે તો…. કાનજેના મુખેથી ‘એલી રાધાડી !’ એવો સાંભળુંછું જ્યારે હું સાદ, લાગે છે ત્યારે ને એની મીઠાશ કને મોળો અમરત કેરો સ્વાદ ! અમરતનો છોડીને સ્વાદ મારે પીણામાં કાનજીનું વેણ પી ર્ હેવું ! મારે તો… મારે થાવું ન હવે રંગભીની રાધિકા, થવું નથી મથુરાને રાણી, મારે તો ગોકુલની ગ્વાલન રહેવું છે, અને જાવાં છે જમનાનાં પાણી ! તીર પરે ધૂમી રહ્યા ગિરધરન મારે શિર ઘડૂલિયો ચડાવવાનું ક્ હેવું ! મારે તો….

(2) આપણા ઘડવૈયા બાંધવ આપણે

 આપણે આવળ બાવળ બોરડી,

 કેસર ઘોળ્યા ગલના ગોટા જી;

હલકાં તો પારેવાંની પાંખથી

 મ્હાદેવથીયે પણ મોટા જી.

આપણા ઘડવૈયા બાંધવ આપણે !

કોઇ તો રાચે છે વેળુછીપથી,

 કોઇ તો જળને હિલ્લોળ જી;

મરજીવા ઊતરે મ્હેરામણે,

માથા સાટે મોતી—મોલ જી. આપણા…..

નજરું ખુંપી છે જેની ભોંયમાં,

 સામે પૂર એ શું ધાય જી !

અધીરા ઘટડાનો ઘોડો થનગને,

 અણદીઠ ઓરું એને પાય જી. આપણા….

બેઠેલાનું બેઠું રહે વિમાસણે,

 વેળા જુએ નહિ વાટ જી;

ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,

વેડે તેને આવે હાથ જી. આપણા….

પંડની પેટીમાં પારસ છે પડ્યો,

ફૂટ્લાં ફૂટે છે કરંમ જી.

વાવરી જાણે તે બડભાગિયો,

 ઝળહળ એનાં રે ભવન જી. આપણા…

Be ghadee Rajendra Shah sange બે ઘડી રાજેન્દ્ર શાહ સંગે (1) ઝૂંક વાગી ગઇ મને જરા ઝૂંક વાગી ગઇ.

 માલતીની ફૂલ કોમળી

તોયે ડૂંખ લાગી ગઇ.

થલ મહીં જલને

વળી જલને થાનક વ્યોમ,

એક ઘડીમાં જોઇ લીધા

મેં હજાર સૂરજ સોમ;

સોણલાંને દોર દુનિયા

નવી ગૂંથવાતી ગઇ. મને….

ડંખનું લાગે ઝેર તો

હોયે ઝેરનું ઉતારનાર,

મીટ માંડી મેં ખેરવી

લીધી નયનની જલઝાર;

મોહન એના મુખની

એમાં ભૂખ જાગી ગઇ.

મને જરા ઝૂંક વાગી ગઇ.

 

 

===================================== (2) આપણા ઘડવૈયા બાંધવ આપણે આપણે આવળ બાવળ બોરડી, કેસર ઘોળ્યા ગલના ગોટા જી; હલકાં તો પારેવાંની પાંખથી મ્હાદેવથીયે પણ મોટા જી. આપણા ઘડવૈયા બાંધવ આપણે ! કોઇ તો રાચે છે વેળુછીપથી, કોઇ તો જળને હિલ્લોળ જી; મરજીવા ઊતરે મ્હેરામણે, માથા સાટે મોતી—મોલ જી. આપણા….. નજરું ખુંપી છે જેની ભોંયમાં, સામે પૂર એ શું ધાય જી ! અધીરા ઘટડાનો ઘોડો થનગને, અણદીઠ ઓરું એને પાય જી. આપણા…. બેઠેલાનું બેઠું રહે વિમાસણે, વેળા જુએ નહિ વાટ જી; ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી, વેડે તેને આવે હાથ જી. આપણા…. પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટ્લાં ફૂટે છે કરંમ જી. વાવરી જાણે તે બડભાગિયો, ઝળહળ એનાં રે ભવન જી. આપણા…

MAKARAND—MASTI મકરન્દ—મસ્તી( બે ઘડી મકરન્દ દવે સંગે)

 (1) જ્યાં લગની છે

આ મોજ ચલી જે દરિયાની,

 તે મારગની મુહતાજ નથી..

 એ કેમ ઊછળશે કાંઠા પર,

એનો કોઇ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની,

આ કોણ સિતાર સુણાવે છે?

આ બેઠો છે ક્યાં બજવૈયો ?

કૈં સૂર નથી, કૈં સાજ નથી.

 હા, બે’ક ઘડી એ નયનોમાં,

 જોઇ છે એવી એક છબી,

ઝબકારે એક જ જાણી છે,

જ્યાં કાલ નથી કે આજ નથી.

 હર રોજ હજારો ગફલતમાં,

હું ભૂલી જાઉં તને પ્રીતમ !

ને એમ છતાં એવું શું છે,

જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં,

મેં એક જ નૂર સદા દીઠું,

એક પંખી ટહુકી ઊઠ્યું તો,

 લાગ્યું કે તું નારાજ નથી.

આ આગકટોરી ફૂલોની,

પરદા ખોલી પોકાર કરે,

 ઓ દેખ નમાઝી ! નેન ભરી,

જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

 (2) ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ના ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

 પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?

 ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,

 આ તો વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?

સરી સરી જાય એને સાચવશે ક્યા લગી?

આવે તે આપ કરી પળમાં પસંદગી,

મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,

 ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને,

આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ.

 

(3)ભજન કરે તે જીતે

 વજન કરે તે હારે રે મનવા !

 ભજન કરે તે જીતે.

તુલસીદલથી તોલ કરો તે

 બને પવન– પરપોટો,

અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો.

 આ ભારે હળવા હરિવરને મૂલવવા શી રીતે?

રે મનવા ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે,

 સાચ-ખોટનાં ખાતાં પાડી એમાં તું નહિ ખાટે :

 સ્હેલીશ તું સાગરમોજે કે પડ્યો રહીશ પછીતે ?

 રે મનવા, ભજન કરે તે જીતે આવ,

હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવાં,

નવલખ તારા નીચે બેઠો ક્યા ત્રાજવડે તર ?

ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે

 રે મનવા, ભજન કરે તે જીતે ========================================

 (4)આવો હો જીવણ આમના

 અમે રે સૂકું રૂનું પૂમડું,

 તમે અત્તર રંગીલા રસદાર,

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા, આરંપાર

આવો રે આવો જીવણ આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,

 તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ—આગળા

ભરો લખ લખ અદીઠા અંબાર;

આવો રે આવો હો જીવણ આમના.

અમે રે ઊધઇ—ખાધું ઇંધણું

તમે ધગધગ ધૂણીના અંગાર;

 પડેપડ પ્રજાળો વ્હાલા વેગથી,

આપો અમને અગનના શણગાર;

આવો રે આવો હો જીવણ આમના.

« Newer Posts - Older Posts »