Jee,Modhu jaraa malakavajo
જી, મોઢું જરા મલકાવજો.
“છૂટાછેડા લીધા પછી બેંકનું ખાતું કોણ સંભાળશે?” “અડધેઅડધું વહેંચી લેશું :બેંકની પાસબૂક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ બીજું શું?”
***************************************
ચૂંટણીસભામાં એક વક્તાએ જાહેરમાં પૂછ્યું:”અહીં દારૂ કોણ પીએ છે?” સભામાંથી કોઇએ પૂછ્યું: “ આ તપાસ છે કે આમંત્રણ?”
—————————————————–
સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઇ ન થતાં બેંકે કાર પાછી લઇ લીધી. સુનીલસ્વગત) મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !” ///////////////////////////////////////
પોલીસ: જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર: એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે? પોલીસ:સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઇને પાછો નથી આવ્યો !…શું કરીશું?
*********************************************
મતદાર: “ તમારા કરતાં હુંગધેડાને મત આપવાનું પસંદ કરીશ.”
ઉમેદવાર:”તો તો એક મત વિરોધપક્ષને જશે !” ++++++++++++++++++++++++++++++++++++++
મૂર્ખનો સરદાર રોજ બે કલાક પ્રાર્થના કરે.
”હે ભગવાન, મને લોટરી લગાડી દો.”
અગિયાર વર્ષે ભગવાન પ્રગટ થયા અને ચિડાઇને બોલ્યા:”પહેલાં લોટરીની ટિકિટ તો લે.” =====================================