Bhakti-yog
ભકતિ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા // અધ્યાય બારમો
પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય. આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઇએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.—-મો.ક.ગાંધી
અર્જુન ઉવાચ–
એવમ્ ,સતતયુક્તા:,યે, ભક્તા:, ત્વામ્ ,પર્યુપાસતે,
યે, ચ, અપિ, અક્ષરમ્ ,અવ્યક્તમ્ ,તેષામ્ ,કે, યોગવિત્તમા:…1
અર્જુન બોલ્યા—
નિત્યયુક્ત થ ઇ આમ જે ભક્ત તમને ભજે; ને જે અક્ષર,અવ્યક્ત—તે બે માંહી ક્યા ચડે?…1
અર્જુન બોલ્યા– આમ જે ભક્તો તમારું નિરંતર ધ્યાન ધરતા તમને ઉપાસે છે ને જેઓ તમારા અવિનાશી અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન ધરે છે તેમાંના ક્યા યોગી શ્રેષ્ઠ ગણાય?…1
શ્રીભગવાનુવાચ—
મયિ,આવેશ્ય,મન:, યે, મામ્ ,નિત્યયુક્તા:, ઉપાસતે, શ્રધ્ધ્યા, પરયા, ઉપેતા:, તે, મે, યુક્તતમા:, મતા:….2
મારામાં મનને પ્રોઇ, નિત્યયુક્ત થઇ મ’ને, ભજે પરમ શ્રધ્ધાથી, તે યોગી ચડતા ગણું…..2 શ્રીભગવાન બોલ્યા– નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પરમ શ્રધ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું……2
યે, તુ, અક્ષરમ્ , અનિર્દેશ્યમ્ ,અવ્યક્તમ્ ,પર્યુપાસતે, સર્વત્રગમ્ ,અચિંત્યમ્ , ચ, કૂટસ્થમ્ , અચલમ્ , ધ્રુવમ્ …3
સંનિયમ્ય,ઇન્દ્રિયગ્રામ , સર્વત્ર, સમબુધ્ધય:, તે, પ્રાપ્નુવંતિ, મા , એવ, સર્વભૂતહિતે, રતા:…..4
જેઓ અચિંત્ય, અવ્યક્ત,સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂપ,અનિર્દેશ્ય,ધ્રુવ અક્ષરને ભજે, ………3
ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુધ્ધિના, સર્વભૂતહિતે રક્ત,તે યે મ’ને જ પામતા……..4
બધી ઇન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય,દ્રઢ,અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે…3—4.
નોંધ:-
દેહધારી મનુષ્ય અમૂર્ત સ્વરૂપની માત્ર કલ્પના જ કરી શકે, પણ તેની પાસે અમૂર્ત સ્વરૂપને સારું એક પણ નિશ્ચયાત્મક શબ્દ નથી તેથી તેને નિષેધાત્મક ‘નેતિ’ શબ્દથી સંતોષ પામવો રહ્યો.એટલે જ મૂર્તિપૂજાનો નિષેધ કરનાર પણ સૂક્ષ્મ રીતે જોતાં મૂર્તિપૂજક જ હોય છે. પુસ્તકની પૂજા કરવી, દેવળમાં જઇને પૂજા કરવી, એક જ દિશામાં મુખ રાખી પૂજા કરવી એ બધાં સાકાર-પૂજાનાં લક્ષણ છે. આમ છતાં બધાએ સમજ્યે જ છૂટ્કો. ભક્તિની પરાકાષ્ઠા એ કે ભક્ત ભગવાનમાં શમી જાય ને છેવટે કેવળ એક અદ્વિતીય,અરૂપી ભગવાન જ રહે. પણ આ સ્થિતિને સાકારની મારફતે સહેલાઇથી પહોંચાય.તેથી નિરાકારને સીધા પહોંચવાનો માર્ગ કષ્ટસાધ્ય કહ્યો.
,
અવ્યક્તા, હિ, ગતિ:, દુ:ખ , દેહવદ્ભિ:, અવાપ્યતે….5
ક્લેશ:, અધિકતર:, તેષામ્ , અવ્યક્તાસક્તચેતસામ્
અવ્યક્તા, હિ ,ગતિ:, દુ:ખ ,દેહવદ્ભિ:, અવાપ્યતે…5
અવ્યક્તે ચિત્ત ચોંટાડે,તેને ક્લેશ થતો વધુ; મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ…5
જેમનું ચિત્ત અવ્યક્તને વિશે ચોંટેલું છે તેમને કષ્ટ વધારે છે. અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટ વડે જપામી શકે….5
યે, તુ, સર્વાણિ, કર્માણિ, મયિ, સંન્યસ્ય, મત્પરા:,
અનન્યેન, એવ, યોગેન, મામ્ , ધ્યાયંત:, ઉપાસતે…..6
મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર, અનન્ય યોગથી મારાં કરે ધ્યાન –ઉપાસના…….6 તેષામ્ , અહમ્ , સમુધ્ધર્તા, મૃત્યુસંસારસાગરાત્
ભવામિ, નચિરાત્ , પાર્થ, મયિ, આવેશિતચેતસામ્,….7 મારામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે, વિના વિલંબ ઉધ્ધાર કરું છું , પાર્થ, હું સ્વયં….7
પણ, હે પાર્થ ! જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી, એકનિષ્ઠા થી મારું ધ્યાન ધરતા મને ઉપાસે છે અને મારામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમાંથી હું ઝટ તારી લઉં છું…6—7
મયિ, એવ, મન:, આધત્સ્વ, મયિ, બુધ્ધિમ્ ,નિવેશય,
નિવસિષ્યસિ, મયિ, એવ, અત:, ઉર્ધ્વમ્ , ન, સંશય: …..8 હું-માં જ મનને સ્થાપ, નિષ્ઠામારી જ રાખ તું; તો મારામાં જ નિ:શંક, તું વસીશ હવે પછી…….8 તારું મન મારામાં રાખ, તારી બુધ્ધિ મારામાં પરોવ, એટલે આ ભવ પછીનિ:સંશય મને જ પામીશ…..8
અથ, ચિત્તમ્ , સમાધાતુમ્ , ન, શક્નોષિ, મયિ, સ્થિરમ્,
અભ્યાસયોગેન, તત:, મા મ્, ઇચ્છ્ ,આપ્તુ , ધનંજય….9
જો ન રાખી શકે સ્થિર હું—માં ચિત્ત સમાધિથી, તો મ’ને પામવા ઇચ્છ, સાધી અભ્યાસયોગને….9
હવે જો તું મારે વિશે તારું મન સ્થિર કરવા અસમર્થ હોય તો હે ધનંજય ! અભ્યાસયોગ વડે મને પામવાની ઇચ્છા રાખ…..9
અભ્યાસે, અપિ, અસમર્થ:, અસિ, મત્કર્મપરમ:, ભવ, મદર્થમ્ , અપિ, કર્માણિ, કુર્વન્ , સિધ્ધિમ્ , અવાપ્સ્યસિ….10
અભ્યાસેયે ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ;
મારે અર્થે કરે કર્મો;તોયે પામીશ સિધ્ધિને…..10 (મારે માટે કર્મ કરવાં, તેને જ પરમ ધ્યેય સમજવાવાળો થા) એવો અભ્યાસ રાખવા પણ તું અસમર્થ હોય તો કર્મમાત્ર મને અર્પણ કર. એમ મારે નિમિત્તે કર્મ કરતો કરતો પણ તું મોક્ષ પામીશ. …10
અથ, એતત્ , અપિ, અશક્ત:, અસિ, કર્તુમ્, મદ્યોગમ્ , આશ્રિત:, સર્વકર્મફલત્યાગમ્ , તત;, કુરુ, યતાત્મવાન્,….11
જો ન કરી શકે તેયે, આશરો મુજ યોગને,
તો સૌ કર્મફળો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર….11
અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન હોય તો યત્નપૂર્વક બધાં કર્મોનાં ફળનો ત્યાગ કર….11 શ્રેય: હિ, અભ્યાસાત્ ,જ્ઞાનાત્ , ધ્યાનમ્ , વિશિષ્યતે,
ધ્યાનાત્ , કર્મફલત્યાગ:, ત્યાગાત્ , શાંતિ: અનંતરમ્ ,…..12
ઊંચું અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે; ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર….12
(અભ્યાસયોગ કરતાં જ્ઞાન ઊંચું છે; તે કરતાં ધ્યાન ચડે. કારણકે તે ધ્યાનથી જ ફળનો ત્યાગ સિધ્ધ થાય છે; અને ત્યાગથી જ સત્વર શાંતિ મળે છે.)
અભ્યાસમાર્ગ કરતાં જ્ઞાનમાર્ગ શ્રેયસ્કર છે.જ્ઞાનમાર્ગ કરતાં ધ્યાનમાર્ગ વિશેષ છે. અને ધ્યાનમાર્ગ કરતાં કર્મફલત્યાગ સરસ છે, કેમ કે એ ત્યાગને અંતે તુરંત શાંતિ જ હોય…..12 નોધ: ચિત્ત અશાંત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાંતિનું કારણ તો જાતજાતની ફળ-વાસના જ છે.માટે ફળત્યાગ પ્રથમ કરવો જોઇએ એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાંતિ તરત મળી શકે છે…કાકાસાહેબ કાલેલકર અદ્વેષ્ટા, સર્વભૂતાના , મૈત્ર:, કરૂણ:, એવ, ચ,
નિર્મમ:, નિર્હંકાર:સમદુ:ખસુખ:ક્ષમી…..13 સંતુષ્ટ:સતત , યોગી, યતાત્મા, દૃઢનિશ્ચય:, મયિ, અર્પિતમનોબુધ્ધિ;, ય:, મદ્ભક્ત:, સ;, મે, પ્રિય:…..14
અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા, નિર્મમ, નિરહંકાર, સુખદુ:ખે સમાનતા……13 યોગી સદાય સંતોષી, જિતાત્મા, દૃઢનિશ્ચયી, મનબુધ્ધિ મ’ને અર્પ્યા તે મદ્ ભક્ત મ’ને પ્રિય….14
જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત,સર્વનો મિત્ર,દયાવાન, ક્ષમાવાન, અહંતા—મમતા—રહિત, સુખ-દુ:ખને વિશે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિય—નિગ્રહી, અને દૃઢ નિશ્ચયવાળો છે, તેમ જ મારે વિશે જેણે પોતાનાં બુધ્ધિને મન અર્પણ કર્યા છે.એવો મારો ભક્ત મને પ્રિય છે….13 અને 14
યસ્માત્, ન, ઉદ્વિજતે, લોક:, લોકાત્ , ન, ઉદ્વિજતે, ચ, ય:,
હર્ષામર્ષભયોદ્વેગે;, મુક્ત:, ય:, સ:, ચ, મે, પ્રિય:….15
જેથી દુભાય નાલોકો,લોકથી જે દુભાય ના; કર્ષ-ક્રોધ-ભય- ક્ષોભે છૂટ્યો જે, તે મ’ને પ્રિય….15
જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, ક્રોધ, અદેખાઇ, ભય, અને ઉદ્વેગથી મુક્ત છે, તે મને પ્રિય છે…15
નોંધ:- જે તેને ઓળખે છે તે તેની અંદર છે. ગતિ અને સ્થિરતા,શાંતિ અને અશાંતિ બંને આપણે અનુભવીએ છીએ, અને એ બધા ભાવો તેનામાંથી જ પેદા થાય છે તેથી તે ગતિમાન અને સ્થિર બંને છે.
અનપેક્ષ:, શુચિ:, દક્ષ:, ઉદાસીન:, ગતવ્યથ:,
સર્વારમ્ભપરિત્યાગી, ય:, મદ્ભ્ક્ત:, સ:,મે, પ્રિય:….16 પવિત્ર,નિસ્પૃહી,દક્ષ, ઉદાસીન,વ્યથા નહીં, સૌ કર્મારંભ છોડેલો, મારો ભક્ત મ’ને પ્રિય….16 (કર્મારંભ—(આસક્તિપૂર્વક થતાં) કર્મોનો ખટાટોપ. તે અવિભક્ત હોવા છતાં ભૂતોને વિશે વિભક્તના જેવું પણ રહેલ છે. તે જાણવા યોગ્ય(બ્રહ્મ) પ્રાણીઓનું પાલક, નાશક ને ફરી ઉત્પન્નકર્તા છે….16
ય:, ન, હૃષ્યતિ, ન, દ્વેષ્ટિ , ન, શોચતિ, ન, કાંક્ષતિ,
શુભાશુભપરિત્યાગી, ભક્તિમાન્ , ય:, સ:, મે, પ્રિય:…..17
ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા;
શુભાશુભત્યજ્યાં જેણે, ભક્તિમાન મ’ને પ્રિય….17
જે હર્ષ પામતો નથી,જે દ્વેષ કરતો નથી,જે ચિંતા નથી કરતો, જે આશાઓ નથી બાંધતો,જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે…..17 સમ:,શત્રૌ, ચ, મિત્રે, ચ, તથા, માનાપમાનયો:, શીતોષ્ણસુખદુ:ખેષુ, સમ:, સંગવિવર્જિત:……18 તુલ્યનિન્દાસ્તુતિ:, મૌની, સંતુષ્ટ;, યેન, કેનચિત્ , અનિકેત:, સ્થિરમતિ:, ભક્તિમાન્ , મે, પ્રિય:,નર:…19
સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમા; ટાઢે—તાપે, સુખેદુ:ખે સમ, આસક્તિહીન જે;….18
સમાન સ્તુતિ—નિંદામાં, મૌની,સંતુષ્ટ જે મળે; સ્થિરબુધ્ધિ, નિરાલંબ, ભક્ત જે, તે મ’ને પ્રિય…..19
શત્રુ—મિત્ર, માન-અપમાન, ટાઢ—તડકો,સુખ—દુ:ખ—અ બધાંને વિશે જે સમતાવાન છે,જેણે આસક્તિ છોડી છે, જે નિંદા સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે, જે કાંઇ મળે તેથી જેને સંતોષ છે, જેને પોતાનું એવું કોઇ આશ્રયસ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળો છે, એવો ભક્ત મ’ને પ્રિય છે…18—19
યે, તુ, ધર્મ્યામૃતમિદ , ઇદ , ય્થા, ઉક્ત , પર્યુપાસતે, શ્રધ્ધાના:, મત્પરમા:, ભક્તા:, તે, અતીવ, મે, પ્રિયા:…..20 આ ધર્મામૃતને સેવે શ્રધ્ધાથી જેમ મેં કહ્યું,
મત્પરાયણ જે ભક્તો, તે મ’ને અતિશે પ્રિય……20 આપવિત્ર અમૃતરૂપ જ્ઞાન જેઓ મારામાં પરાયણ રહીને શ્રધ્ધાપૂર્વક સેવે છે તેઓ મારા અતિશય પ્રિય ભક્ત છે…..20
ઔમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદશો અધ્યાય:II 12II
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ભક્તિયોગ’ નામનો બારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
ઔમ્ તત્સત્ ,
દેવદિવાળી,2066/29મી ઑક્ટોબર 2009