ચંદ પળો નિનુ મઝુમદાર સંગે
મેશ ન આંજુ રામ !
મેશ ન આંજુ, રામ !
લેશ જગ્યા નહિ, હાય સખીરી !
આજે મેશ ન આંજુ રામ !
એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વૃજવામ;
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ.
આજે મેશ ન આંજુ રામ !
કાળા કરમનો કાળો મોહન,કાળું એનું નામ;
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ? !
***********************************
પંખીઓએ [...]
Archive for July, 2009
A FEW MOMENTS WITH NINU MAZUMDAR
Posted in miscellenous, કવિતા on July 31, 2009 | Leave a Comment »
jayadrath-vadh
Posted in miscellenous, મહાભારત on July 31, 2009 | 3 Comments »
30જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ(બગીચા નોમ)2065
જયદ્રથ વધ
કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રકરણ 27/પાના નં 214 થી219
જયદ્રથના વધ માટે અર્જુને આમ તો વગર વિચાર્યે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી હતી. કુરુક્ષેત્રના યુધ્ધમાં દ્રોણ જેવા આચાર્ય સામે હોય, અને શસ્ત્રયુક્ત હોય ત્યારે અવી પ્રતિજ્ઞા પાર પાડવી અસંભવિત જ છે. અર્જુન અભિમન્યુના શોકમાં એટલો ગરક થયેલો છે કે આ [...]
a few moments with makrand dave
Posted in miscellenous on July 31, 2009 | Leave a Comment »
ત્રીસમી જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ
થોડી પળો શ્રી મકરંદ દવે સાથે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ—આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો,રે આવો હો જીવણ, આમના.
અમે રે ઉધઇ—ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડે પડ પ્રજાળો વ્હાલા,વેગથી,
આપો [...]
lok geetoo
Posted in miscellenous on July 27, 2009 | 3 Comments »
લોકગીતો
(1) લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યા જો !
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો !
રામ ! ત્હમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
ત્હમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે [...]
Posted in miscellenous on July 24, 2009 | Leave a Comment »
માંદગીને ખંખેરી નાખો/ભાગ :3
પાનું:74
તમારા ચહેરાની આળ પંપાળ કરો
તમે એ વાતને ભૂલી ન જાઓ કે
ઇશ્વરે ખભા ઉપર તમને
રંગીન ફુગ્ગો નથી આપ્યો, પણ એક સરસ ચહેરો આપ્યો છે.
તમારો ચહેરો એ તમારો જ ચહેરો છે,
તમે એનું જતન કરો.
અરીસામાં જુઓ ત્યારે,
ચહેરાની કરચલીઓ ગણવામાં ના પડતા,
વરસોના અનુભવી ચહેરાની એક આભા હોય છે.,ગૌરવ હોય છે.
તમારા મનની પ્રસન્નતા ચહેરા પર આપમેળે પ્રગટશે.
તમને [...]
maandageene….
Posted in miscellenous, પ્રેરણાદાયક લેખો on July 23, 2009 | 1 Comment »
માંદગીને ખંખેરી નાખો/ ભાગ 2
પાનું: 2 1
કોરા કાગળની ડાયરી હાથવગી રાખો
તમે એક નોંધપોથી રાખો અથવા હાથવગા કાગળો રાખો. જેથી તમે કંઇક લખી શકો તે લખો. રોજને રોજ લખો. તમને કેવું લાગે છે એ લખો,વિગતે લખો. તમને જે પ્રશ્ન મૂંઝવતા હોય એ પ્રશ્નોની યાદી પણ રાખો. તમારી નોંધપોથી, જ્યારે તમે ડૉક્ટરને મળશો ત્યારે ડૉકટરને શું કહેવું [...]
Posted in miscellenous on July 22, 2009 | Leave a Comment »
ક્રૂષ્ણ અને કર્ણનું મિલન
(ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીન્દ્ર દવે, પાનું 92 થી99)
કર્ણ મહાભારતનુંઆગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીઅનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથીઆકર્ષાતા રહ્યા છે.સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે;કોઇ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે.મૈત્રી-સંબંધોની દ્રષ્ટિએ કર્ણને તપાસવો સૌથી સંગત છે.જાણીતા અંગ્રેજ સર્જક શ્રી.ઇ.એમ.ફૉસ્ટરે એકવાર કહ્યું હતું કે મારે મારા દેશનો કે મારા [...]
duryodha nu mrutyu…
Posted in miscellenous, મહાભારત on July 22, 2009 | Leave a Comment »
દુર્યોધનનું મ્રૂત્યુ અને અર્જુનના રથનું ભડ ભડ બળવું
ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીંદ્ર દવે પાના નં.261 થી268
(પ્રકરણ:33નો ભાગ)
દુર્યોધન—ભીમનું યુધ્ધ પણ પ્રેક્ષણીય છે. બેમાંથી કોઇ એકમેકથી ગાંજ્યું જતું નથી.એ વેળા અર્જુન ક્રૂષ્ણ્ને પૂછે છે:’આ બેમાં ક્યા વીરમાં ક્યો ગુણ વિશેષ છે?
ક્રૂષ્ણ કહે છે: ‘બંનેને શિક્ષા તો એકસરખી જ મળી છે.પરંતુ બંનેમાં બળમાં ભીમ ચડિયાતો છે,કળમાં દુર્યોધન. એટલે ભીમ [...]
maandageene khankheree naakho
Posted in miscellenous on July 22, 2009 | Leave a Comment »
માંદગીને ખંખેરી નાખો અનુવાદ: સુશી, સુરેશ દલાલ મૂળ પુસ્તક: Watering Wilted Flowers by Gini Gauf Green
તમારું નિદાન કંઇ જીવલેણ નથી. માની લો કે તમારા સાંધેસાંધા તૂટે છે. તમને સંધિવા થયો છે, તમને હાલતા-ચાલતાં ઊઠતાં-બેસતાં તકલિફ પડે છે
અને માની લો કે તમારા મગજમાં ગાંઠ પણ છે.
તો એનાથી હતાશ થવાની જરાયે જરૂર નથી.
તમારા કરતાં બીજા લોકો તો [...]
અર્જુનના રથને મારા અશ્વો જોડાયેલા છે—ક્રૂષ્ણ
Posted in મહાભારત, tagged અર્જુન, કૃષ્ણ, મહાભારત, રથ on July 19, 2009 | Leave a Comment »
અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી, જે કામ દેવતાઓ પણ ન કરી શક્યા એ કામ ક્રૂષ્ણ અને અર્જુન કરી શક્યા,એથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર એ બંને ને વરદાન માંગવાનું કહે છે ત્યારે ક્રૂષ્ણ માંગે [...]