લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
(મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું)
હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે. જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે સાત વચન પણ લેવામાં આવે છે.
(1)સૌ પ્રથમ વચન હોય છે કે પતિ-પત્નિને આજીવન પર્યાપ્ત અને સન્માનનીય રીતે ભોજન મળતું રહે.
(2) બીજું દંપતીનું જીવન શાંતિ અને સુખેથી વીતે.
(3) ત્રીજું બન્ને જીવનમાં આધ્યાત્મિક તથા ધર્મિક કર્તવ્યનું પાલન કરે.
(4) ચોથા ફેરામાં બન્ને સૌહાર્દ્રપૂર્ણ તથા પરસ્પર પ્રેમ સાથે જીવન વિતાવે,
(5) પાંચમા ફેરાનું વચન હોય છે વિશ્વનું કલ્યાણ થાય અને સંતાનપ્રાપ્તિ થાય.
(6 છઠ્ઠા વચનમાં પ્રાર્થના કરવામાં આવે છે કે તમામ ઋતુઓ યોગ્ય રીતે ધનધાન્ય ઉત્પન્ન કરીને સમગ્ર વિશ્વને સુખી કરે, કારણ કે તમામના સુખમાં દંપતીનું પણ ભલું થાય છે અને
(7) સાતમા ફેરામાં પતિ-પત્નિ પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અને શાંતિ સાથે જીવન વ્યતીત કરે.
આ સાત ફેરા સાથે લેવામાં આવતા વચનમાં વિશ્વની શાંતિ અને સુખની પ્રાર્થના કરવામાં આવે છે.