Posted in કવિતા on November 29, 2008 | Leave a Comment »
જિદગી જીવી જાણો //રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા)
લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે.
આપ કહોછો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે.
અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે.
મંઝિલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુઃખી છો.
અરે ચાલવા મળ્યો રસ્તો તમને, [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 29, 2008 | 1 Comment »
અઢારમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે… //શ્રી સુરેશ દલાલ
જીવ અને શિવનો સંવાદ
કોઇક વિરાટ શિખર પર આપણે ચડતા હોઇએ અને એક પછી એક પગથિયાં પાર કરીને ટોચ તરફ પહોંચતા હોઇએ તે લાગણી અઢારમા અધ્યાય તરફ જતાં થાય છેગીતાનો એક એક શ્લોક એક એક પગથિયું છે. અઢારમા અધ્યાયને મોક્ષસન્યાસયોગ એવું નામ મળ્યું છે. સંન્યાસ અને ત્યાગ વચ્ચે પણ [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 29, 2008 | Leave a Comment »
અધ્યાય:સત્તરમો
ભગવદગીતા એટલે….//શ્રીસુરેશ દલાલ
વિચારપ્રેરિત કર્મ અને કર્મ પ્રેરિત વિચાર
આપણે ત્યાં ત્રણનો આંકડો વિશિષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, સત્ત્વ,રજસ, તમસ, આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રિભુવન, ત્રિલોચન. આમ ત્રણનું મહત્ત્વ છેગીતાના સત્તરમા અધ્યાયનું નામ શ્રધ્ધાત્રયવિભાગયોગ છે. અહીં ત્રય એટલે યજ્ઞ, દાન અને તપ. અર્જુન પ્રશ્નની કાંકરી નાખ્યા કરે છે. વર્તુળો ઊભાં થાય છે પણ [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 28, 2008 | Leave a Comment »
સોળમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
તું તારો શત્રુને
ગીતાનો સોળમો અધ્યાય ‘દૈવાસુરસંપ વિભાગયોગ’ તરીકે ઓળખાય છે.માણસમાત્ર પાસે દૈવી શક્તિ છે અને આસુરી શક્તિ છે. ગાંધીજી અને હિટલર બે અંતિમો છે. દૈવી શક્તિ એ દૈવી સંપત્તિ અને આસુરી શક્તિ એ આસુરી સંપત્તિ.જીવનના બે જ રસ્તા છે:સત્યનો અને અસત્યનો,હિંસા કે અહિંસાનો.
આ સોળમો અધ્યાય એક વાતને દૃઢાવે [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 28, 2008 | Leave a Comment »
પંદરમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે….. //શ્રી સુરેશ દલાલ
આકાશી વૃક્ષની કલ્પના
ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમયોગને નામે પ્રસિધ્ધ છે. કહેવાય છે કે આ અધ્યાય ગીતાની પરાકાષ્ઠા છે, એની ટોચ છે. આમ તો આ અધ્યાય નાનો છે પણ ગીતાની સમગ્ર વિચારધારાનું, અનેક નદીઓ સમુદ્રમાં મળે એમ મિલન થયું છે. ગીતામાં કવિતા શોધનારને કવિતા મળે એવું ઘણું બધું છે. [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 28, 2008 | Leave a Comment »
અગિયારમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
કૃષ્ણે કરાવેલું વિશ્વરૂપ દર્શન
ગીતાના દસમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના વિભૂતિતત્ત્વનો સઘન અને ગહન પરિચય આપ્યો. બધામાં હું છું અને મારામાં બધાં છે એની વાત કરી. જ્યાં જ્યાં નજર પડે ત્યાં પરમાત્માની જ વિભૂતિ છે. જે વ્યક્તિ સમગ્રમાં રહી સમગ્રને અતિક્ર્મી જાય છે, ઓળંગી જાય છે તે વિભૂતિ છે.અલબત્ત, ખુદ કૃષ્ણ [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 28, 2008 | Leave a Comment »
ચૌદમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે…..//શ્રી સુરેશ દલાલ
“ત્રણ ગુણોની તરવેણી રે”
કૃષ્ણની અર્જુનને સમજાવવાની રીત વિશિષ્ટ છે. જૈનોમાં એક વાદને સ્યદ્ વાદ કહે છે. આ વાદ એટલે કોઇ પણ વસ્તુને કે પરિસ્થિતિને એક ખૂણેથી નહિ પણ ચારે બાજુથી જોવી. એક જ ખૂણેથી જોઇએ તો જે દેખાય તે એટલા પૂરતું સાચું હોય પણ સંપૂર્ણ ન હોય. એકાંગી હોય [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 27, 2008 | Leave a Comment »
તેરમો અધ્યાય
ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
ઇશ્વરની સાક્ષીએ અને જગતના સંદર્ભમાં
ગીતાના તેર્મા અધ્યાયનો પ્રારંભ ખૂબ જ વિશિષ્ટ છે.ગીતાના પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકના પહેલા બે શબ્દો, એ પણ આના સદર્ભ્માં જોવા જેવા છે. આ પહેલા બે શબ્દો તે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. અંગ્રેજીમાં તે શબ્દો છે ફીલ્ડ અને બૅટલફીલ્ડ. આ આપણું શરીર એ ધર્મનું ક્ષેત્ર પણ છે [...]
Read Full Post »
Posted in GEETA ETLE on November 25, 2008 | Leave a Comment »
દશમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી
આપણે વાતવાતમાં કેટલાક શબ્દો બોલીએ છીએ.વધુ પડતા વપરાશને કારણે શબ્દો એનો મૂળભૂત અર્થ ગુમાવી બેસતા હોય છે. આવાં શબ્દ-જોડકાં વપરાય છે તે વ્યક્તિ અને વિભૂતિ. પ્રત્યેક જણ વ્યક્તિ તો છે, પણ પ્રત્યેક જણ વિભૂતિ નથી. વિભૂતિ થવા માટે અનાસક્ત કર્મયોગ અનિવાર્ય છે. કર્મ ત્યારે યોગ બને કે જ્યારે [...]
Read Full Post »
Posted in inspiring email on November 25, 2008 | Leave a Comment »
મન પ્રસન્ન, ચિંતાહર પ્રાર્થનાઓ
(1)
ક્ષમા હું ચાહું સર્વથી,
હું પણ સર્વને કરૂ ક્ષમા,
મૈત્રી મારી બધાથી હો,
કોઇથી ના હું વેર કરૂં.
જૈન પ્રાર્થના
(2)
જીતો અક્રોધથી ક્રોધ,
સાધુત્વથી અસાધુતાને,
કંજૂસી દાનથી જીતો,
સત્યથી અસત્યને
વેરથી વેર મટે નહીં કદી,
મૈત્રીથીજ મટે વેર,
એજ સનાતન ધર્મ
બૌધ્ધ પ્રાર્થના
(3)
હે ઇશ્વર !
મારે જે કહેવું છે
એના વિષે હું પુરેપુરું જાણું નહીં,
ત્યાં સુધી મારી વાણીના તીરને
મ્યાન [...]
Read Full Post »