પાન ખરે છે ત્યારે…/રમેશ શાહ-સૂરત
હાસ્યની શતાબ્દિ
’બેન જમના ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો : બેન્જામિન અને મોરલી પરથી બન્યો :મોર્લે. આમ શબ્દો જ નહીં, આખ્ખેઆખ્ખી અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા પરથી ઉતરી આવી છે.’
–આ વિધાન સંશોધક છે હાસ્યસ્વામી જ્યોતીંદ્ર દવે.એમની જન્મ શતાબ્દિ એટલે હાસ્યની શતાબ્દિ.ગુજરાતીઓ ખાસ હસતાં નથી હોતા એટલે મોકો ચૂકવા જેવું નથી ! આવા ગુજરાતમાં જ્યોતીંદ્ર જેવી વ્યક્તિ સો વર્ષ સુધી અજોડ રહી છે. એમના પછી એમના સાહિત્યમાંથી પ્રેરણા લઇ આપણે ત્યાં કંઇ કેટલાયે લેખકો પ્રગટ્યા પરંતુ એ બધા સૂર્યની ઓથ લઇને પ્રકાશતા ચંદ્ર જેવા પરપ્રકાશિત !
આ હાસ્યસ્વામીની ફિલસૂફી ધારદાર અને સચોટ રહેતી. એક નમૂનો એ સમજવા પૂરતો થઇ રહે એવો છે :
‘જેવા હોઇએ તેવું દેખાવું અને જેવા દેખાઇએ તેવા હોવું એ વસ્ત્ર પહેરવાનો નિયમ ધરાવતા સમાજમાં શક્ય નથી.’ આવા સમર્થ હાસ્યસ્વામીની શતાબ્દિ યાદગાર બનાવવા એમના જન્મદિવસને ‘હાસ્યદિન’ તરીકે ઊજવી શકાય.
જ્યોતિન્દ્ર દેસાઈનાં એક કાવ્યથી તેમને યાદ કરી અંજલી આપીએ
અમે તો નસીબદાર છીએ કે તેમને જાતે માણવાની તક મળી છે!
મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!
નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!
બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.
ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!
ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.
લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!
jyotindrabhai ne me pan saa^bhlyaa chhe, faree temanee paase lai javaa badal khubkhub aabhar,
gopal