મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં
પાનું 33 /પાન ખરેછે ત્યારે…/રમેશ શાહ
બાહ્ય સંજોગોનું જોર આપણા પર હોય છે.ખરેખર તો એ આપણે અંદરથી જે છીએ એની માત્ર બાહ્ય અભિવ્યક્તિ જ છે. એક મજાનો દાખલો જોઇએ :
રેડિયો પર કોઇ સારો કાર્યક્રમ ચાલુ હોય, રસથી એ સાંભળતાં હોઇએ ત્યાં અચાનક ટી.વી. ચાલુ કરવાનું મન થાય ! ટી.વી. પરની અઢળક ચૅનલો પર દોડાદોડ કરીને એકાદ ચૅનલ પર મન ઠર્યું ન ઠર્યું ત્યાં છાપું હાથમાં આવ્યું !પહેલે પાને મથાળાં જોયાં ન જોયાં, સમાચાર જરા જોયા ને અંદરના પાને લેખ-કટાર-વાંચવાનું મન થયું. એમાં મન ન ઠર્યું. બજાર-ભાવ જોયાં. શેરના આંકમાં મોટું ગાબડુ પડ્યું જાણી પાછી ટી.વી. પર નજર ગઇ ! વળી,છપું ફેંકી દઇ રસોડા ભણી નજર દોડી.એક આંટો ત્યાં મારી ફ્રિજમાંથી ઠંડું પાણી એક બે ઘૂંટડા પી, નાસ્તાના ડબા ખોળવાનું મન થયું…..
આમ ‘સર્ફીંગ’ ચાલું હોય ત્યાં રેડિયો એનાઉંસર એના રસિક શ્રોતા પર વારી જઇને આભાર માનતો હોય….ટી.વી. પર ધુલાઇના સાબુની જાહેરાત ચાલતી હોય…. અચાનક હવાની લહેર આવે અને છાપાંના એક એક પાનાં છૂટાં પડીને ઊડતાં હોય…. નાસ્તાના ડબામાંથી બે-ચાર ચકરી લીધી હોય તે હાથમાં અને મોંમાં ભરી હોય…
….આ દર્શન કોઇ શતાવધાનીનું નથી. આ દશા તો કોઇ દશાનનની છે !
સરસ વાત.