Feeds:
Posts
Comments

Archive for August, 2008

26મી ઑગષ્ટ 2008
ગોપીગીત//સુરેશ દલાલ
શ્લોક:4
ન ખલુ ગોપિકાનન્દનો ભવાનખિલદેહિનામંતરાત્મદ્ક.
વિરવનસાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતાં કુલે.
તમે માત્ર યશોદાના પુત્ર છો એટલું જ નથી. તમે માત્ર યશોદાનન્દન નથી,પણ વિશ્વની રક્ષા કરવા માટે બ્રહ્માની પ્રાર્થનાથી તમે યદુવંશમાં પ્રગટેલા અવતાર છો.તમે સમસ્ત શરીરધારકોના હૃદયમાં વસો છો. સૌના અંતઃકરણના સાક્ષી છો.
પ્રભુ! તમારી પ્રિયતમા હું
કૃષ્ણ અદૃશ્ય થયા, એમનું આ રીતે અદૃશ્ય થવું [...]

Read Full Post »

આપણી વાત
ગુજરાતી ભાષા આય.સી.યુ. માં છે કે માંદગીના બિછાને સૂતી છે આવા નિરાશાજનક વિધાનો વાંચતા દુઃખ થાય છે,આપણા અંગ્રેજી માધ્યમમાં ભણતા સંતાનો ગુજરાતી બહુ જ ઓછું વાંચે લખે છે એ વાત સાચી માની લઇએ તો પણ ચિત્ર જેટલું દુઃખદ દોરવામાં આવે છે તેવું નથી [...]

Read Full Post »

28મી ઓગષ્ટે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ છે તે નિમિત્તે
ધણ રે બોલે ને—//ઝવેરચંદ મેઘાણી
(ઢાળ: ભજનનો)
ધણ રે બોલે ને એરણ સાંભળે હો…જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો….જી.
એજી સાંભળે વેદનાની વાત–
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો…જી.
બહુ દિન ઘડી રે તરવાર,
ઘડી કાંઇ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ [...]

Read Full Post »

ગોપીગીત શ્લોક:ત્રીજો
વિષજલાપ્યાદવ્યાલરાક્ષસાદ્વર્ષમારૂતાદ્વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાદ્વિશ્વતો ભયાદૃષભ તે વયં રક્ષિતા મુહુઃ.—-3
હે પુરુષશ્રેષ્ઠ ! હે પુરુષોત્તમ ! યમુનાના ઝેરીલા જળથી અને એને કારણે થતાં મરણથી, અજગરના રૂપમાં અમને ખાઇ જવા આવેલા અધાસુરથી, ઇંદ્રે વૃજભૂમિનો નાશ કરવા મોકલેલા પ્રલયમેઘથી,વર્ષા,આંધી,વીજળી, દાવાનળ તેમજ વ્યોમાસુર, બકાસુર એવા અનેક રાક્ષ્સોથી અનેકવાર તમે અમારી અને વૃજની રક્ષા કરી છે. [...]

Read Full Post »

ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે [...]

Read Full Post »

EK KRISHNA-KAAVYA

સઇયરું પજવે //પ્રદ્યુમ્ન તન્ના
સઇયરું પજવે રે સઇયરું પજવે,
હાં રે પૂછે કરી કરી પલક મીંચામણી:
’અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’
જટાળા કો’ જોગી જેવા મસ માથે જટિયાં
ને ઓળી ઓળી ખાંતે વા’લો પાડે એવાં પટિયાં!
અધપડિયાળા ઘેને,
મશડી આંજે રે નેણે,
શામળો ને ઓઢે પાછો કંધે કાળો કામળો !
ઓહો! મૂરત બની છે [...]

Read Full Post »

besnanee balihari

બેસણાની બલિહારી/નટવરલાલ જી.શાહ(મોડાસા) જન્મભૂમિ પ્રવાસી**રવિવાર 10/08/2008
મુંબઇમાં પાકટવયે એક બહેન ગુજરી ગયાં,. આ બહેનને ફૂલનાં કુંડાનો, જૂની ફિલ્મોનાં ગીતોનો અને વિવિધ વાનગીઓ બનાવીને જમવા-જમાડવાનો શોખ હતો. તેમના મૃત્યુ પછી તેમના જેવા જ રસિક અને ક્રાંતિકારી પતિદેવે વિશિષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું. બેસણાના સ્થળે પહોંચવાના રસ્તાની બંને બાજુ ફુલનાં કુંડાઓની હારમાળા કરવામાં આવી હતી. ભજનોની કેસેટ કે ભજનિકોની [...]

Read Full Post »

ગોપીગીત –શ્લોક –બીજો
શરદુદાશયે સાધુજાતસત્સરસિજોદરશ્રીમુષા દશા. સુરતનાથ તેઅશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધઃ.—2
શરદનું સરોવર હોય, એ સરોવરનું નિર્મળ જળ., એમાં સૌંદર્યવાન કોમળ કમળ. અને કમળના ગર્ભની શોભાથી હે પ્રિય—આવી કમળ કોમળ દૃષ્ટિથી—તમે અમને હણી નાખો છો. અમે તો છીએ તમારી દાસીઓ અને તે પણ વિના મૂલ્યની. તો હે સુરતનાથ, હે વરદાન આપનાર, આ શું હત્યા [...]

Read Full Post »

અષાડ વદ અમાસ(દિવાસો)2064 ને પહેલી ઑગષ્ટ 2008
કર્ણ અને કુંતીનું મિલન/કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે
પાનું101 થી 106
કર્ણ વીર છે કે ખલ? આ વિશે ખૂબ ચર્ચાઓ થતી રહી છે.મરાઠીમાં શિવાજી સામંતે ‘મૃત્યુંજય’ નવલકથામાં કર્ણને વીર તરીકે-‘મૂઠી ઊંચેરા માનવી’ તરીકે આલેખ્યો છે, અને દાજી પણશીકરના હજી હમણાંજ પ્રગટ થયેલા ‘મહાભારતઃસુડાચા એક પ્રવાસ’(મહાભારતઃ એક વેરયાત્રા)માં કર્ણ ચંડાળ ચોકડીમાંનો એક [...]

Read Full Post »