સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ//હંસા//ચિનગારી એપ્રિલ થી જૂન’08
જાન્યુઆરીથી મે 1999ના પાંચેક મહિનાઓ દરમિયાન ન્યૂ જર્સી ઇન્કમટેકસ ઓફિસમાં કામ કરવાની મને તક મળી. ઇન્કમટેકસ રિટર્ન ફોર્મ મારે પ્રોસેસ કરવાનાં હતાં. પહેલે દિવસે હું ઓફિસમાં ગઇ. જોબ શરૂ કર્યો. જોયું તો સહુથી વધારે કાળા લોકો ચોપાસ હતા. તે લોકો ઓછું ભણેલા હશે કે કેમ મોટેથી બોલ્યા કરે, વળી, ખુલ્લેઆમ ગંદી ગાળો બોલે. એટલે મેં સુપર વાઇઝરને વાત કરી. તે કહે અમે કાંઇ ન કહી શકીએ. જેમ તેમ અઠવાડિયું કાઢ્યું. મને થયું કે આ બધું સાંભળવા કરતા જોબ છોડી દઉં. પણ પછી મેં બીજા વિભાગમાં જવાની રજા માગી અને હું નવા વિભાગમાં બેઠી. તો લોકો એના એ જ. એવી જ ભાષા અને એવી જ ગંદી ગાળો. મનમાં થાય કે આ લોકોને જઇને હિંમતથી કહી દઉં કે આવી ગાળો તો ન બોલો. હિંમત ચાલી નહીં. ડર પણ હતો. આવા કાળા લોકો જોડે બાથ ન ભિડાય. હું ચૂપચાપ કામ કર્યા કરતી.
એક સમયે મને વાતાવરણ કંઇક શાંત દેખાયું. હું તેમના ટેબલ પાસે ગઇ.મેં મારી ઓળખાણ આપી. મારું નામ જણાવ્યું અને પરિચય કેળવ્યો, મેં કહ્યું, હું ઇન્ડિયાથી આવું છું. તેમની જોડે પ્રેમથી હાથ મિલાવ્યા. એ લોકોનાં નામો જાણ્યાં. તેમના વિશે થોડીઘણી ઔપચારિક પૂછ્પરછ કરી. પછી મેં ધીરેથી કહ્યું : તમે લોકો આ ગંદી ગાળો બોલો છો એ સારું કલ્ચર ન કહેવાય. તમે લોકો આખો દિવસ ચારપાંચ ગાળો બોલ્યા જ કરો છો અને ખરાબ ભાષા વાપરો છો. તેથી બીજી છોકરીઓ પણતમારી સાથે વાતચીતમાં જોડાવા ખચકાય છે.આમ વાતચીત ચાલતી હતી તેવામાં કૉલેજમાં એક વર્ષ ગાળેલું તેવો ચેડ નામનો એક કાળો યુવાન વચ્ચે ટપકી પડ્યો. તેણે મને ગાંધીજી વિશેની તૂટીફૂટી વાતો કરી. હું તેના પર ખુશ થઇ ગઇ, મેં તેને ગાંધીજીની કેટલીક વાતો કરી.બધા મને સાંભળતા રહ્યા. પછી મેં ચેડને કહ્યું, ગાંધીજીએ લખેલી ઑટોબાયૉગ્રાફી તું વેચાતી લે અને વાંચ. એ મહાન માણસ વિશેતને વધારે માહિતી મળશે, તને એ ચોપડી વાંચવી ખૂબ જ ગમશે. તેણે પૂછ્યું, એ ચોપડી મને ક્યાંથી વેચાતી મળે?મેં કહ્યું: મારી પાસે તેની નકલ છે. હું તને વાંચવા આપીશ.વાંચી લે પછી તું મને પરત કરજે. તેણે કબૂલાત આપી.
બીજે દિવસે ગાંધીજીની આત્મકથાની અંગ્રેજી નકલ હું સાથે લઇ ગઇ. મેં ચેડને તે આપી. મને કહે હું તને વાંચીને પાછી આપી દઇશ.પણ એ ત્રણ દિવસ સુધી દેખાયો નહીં. પછી મને ખબર પડી કે ચેડ નોકરી છોડીને જતો રહ્યો છે. તે ક્યાં રહે છે તેની કોઇનેય ખબર નહોતી. છોકરાઓ કહેતા હતા: હંસા, તારી ચોપડી જતી રહી. જવાબમાં મેં આત્મવિશ્વાસ જાળવ્યો અને કહ્યું, એ ચોપડી જતી નથી રહી. એ ચોપડીમાંથી તે ઘણું શીખશે અને એમાંથી ઘણું તે પામશે. એ ચોપડી જરૂર પાછી આવશે. એમ કરતાં પંદર દિવસ વીતી ગયા. સોળમા દિવસે સવારમાં નોકરીએ ગઇ. કાર પાર્ક કરી. દૂરથી જોયું કે એક માણસ અને સ્ત્રી છે. સાથે સ્ટ્રોલર છે. તે દંપતીની હું નજીક આવી. પુરૂષે સરસ સૂટટાઇ પહેરેલાં હતાં. સ્ત્રીએ લાઇટ બ્લૂ રંગનું ટી શર્ટ અને બ્લૂ રંગનું સ્કર્ટ પહેરેલાં હતાં. દંપતીમાંથી પુરૂષે આગળ આવીને કહ્યું, “હંસા ! ગુડ મૉર્નિંગ.” હું ચમકી. “હંસા તું મને ભૂલી ગઇ? હું ચેડ!”પહેલાંનો ચેડ, બેસબોલની કાળી ટોપી ઊંધી માથે પહેરતો. કોઇ દિવસ દાઢી કરતો નહીં. ચીતરેલું કાળું ટી-શર્ટ અને કેડથી પણ નીચે ઊતરી જાય તેવાં જીંસ પહેરતો. મારા મગજમાં તો આવો ચેડ હતો. આ ચેડ તો સૂટબુટમાં સજ્જ. દાઢી કરેલી અને ટાઇ પહેરેલી. ઔપચારિકપણે તેની પત્નીનો પરિચય કરાવ્યો. સ્ટ્રોલરમાં તેમની બે વર્ષની દીકરી હતી. તેની વાત કરી તેની દીકરી નમણી મજાની હતી. ચેડે ગળગળા અવાજે કહ્યું, હંસા મારાથી તારી ચોપડી આપવા ન અવાયું એ માટે માફી માગું છું. તે મહાન માણસની એ ચોપડી માટે હું તારો આભારી છું. પછી મેરિયનને કહે: તું હંસાને કહે. પછી મેરિયન બોલી: હંસા, તને અમારી વાતો કરવી છે. ચેડ બહુ ઢીંચતો. ઢીંચ્યા પછી તે બહુ જ ગુસ્સે ભરાતો અને મને બહુ જ પીટતો,મારતો. ઘણી વખત અમારી પાસે દૂધ લેવાના પૈસા ન હોય અને ચેડ દારૂ ઢીંચે. પરિણામે પ્રોબ્લેમ થાય.હંસા, તારો ખૂબ આભાર,તેં ગાંધીજીની ચોપડી આપી. તે વાંચતો ગયો. તેના ત્રીજા દિવસે મારી પાસે આવીને કહે આ મહાન માણસની ચોપડી છે. તને હું વચન આપું છું. હવેથી હું કોઇપણ જાતના દારૂ નહીં પીઉં અને તારા પર હાથ પણ નહીં ઉપાડું.અમે ચારપાંચ વર્ષથી સાથે રહીએ છીએ પણ એક ડોલરની ચીજવસ્તુ મારા માટે લાવ્યો નથી. એમ છતાં આ વચન આપ્યા પચી મારે માટે એક ડઝન ગુલાબનાં ફૂલ લાવ્યો’તો. અને હું ખૂબ ખુશ થઇ ગઇ હતી. છેલ્લા એક અઠવાડિયાથી તો હું બહુ રાજી છું. મેં આજે પહેરેલાં કપડાં ચેડ જાતે મારી સારૂ લઇ આવ્યો છે. હંસા, તને બતાવવા માટે એ પહેરીને હું ચેડ સંગાથે આવી છું. હંસા, થેન્ક યૂ. હવે અમારી લાઇફસ્ટાઇલ બદલાઇ ગઇ છે. આટલું કહેતાંક મને વળગી પડી.
ચેડની સામે જોયું. તેનાં મોં પર નમ્રતા ને સચ્ચાઇ દેખાતી હતી. તેની આંખમાં આંસુ હતાં. મને તેણે ગાંધીજીની આત્મકથાની ચોપડી પાછી આપી. મેં તેમનો આભાર માન્યો. પછી કહે: હંસા, તને સારા સમાચાર આપું? મને માં નવી નોકરી મળી ગઇ છે. એટલે નવાં કપડાં લાવ્યો છું. નવી નોકરી માટે મેં તેને અભિનંદન આપ્યા અને શુભકામનાઓ આપી. એ બંનેને મેં આલિંગન આપ્યું. હું બહુ જ રાજી હતી. અને અમે છૂટાં પડ્યાં. ગાંધીજીની આત્મકથાની ચોપડી પાછી આવી તેનો મને આનંદ હતો. મેરિયનને ચેડ નવું અને અને સારૂં શીખ્યા છે તેનો આનંદ હતો. સારી જિંદગી જીવવા મળશે તેની આશા તેને બંધાઇ હતી એમ સ્પષ્ટ લાગતું હતું. છૂટી પડી ને હું ઑફિસ ભણી ચાલવા લાગી. પાછળ ફરીને જોયું તો ચેડ અને મેરિયન હાથમાં હાથ ભીડીને ચાલતાં હતાં. મેં તે જોયું. મને પારાવાર આનંદ થયો. ફરી પાછા મેં મનોમન ગાંધીજીને યાદ કર્યા અને તેમને વંદન કરી બેઠી. પેલી ગીતની કડી ફરીથી મને યાદ આવી: ‘સાબરમતી કે સંત, તૂને કર દિયા કમાલ.’ જે માણસે મનોબળથી તથા સત્યના સિધ્ધાંતોથી બ્રિટિશ સરકારની હકૂમત હટાવી દેશને આઝાદ કરવા અગ્ર ભાગ ભજવ્યો તે જ મહાપુરૂષે ચેડ જેવા માણસનું જીવન બદલી નાખવાય ફાળો આપ્યો. ગાંધીજીની આત્મકથા ખરે ખર બળવાન ચોપડી છે. મા ભારતીના આ પનોતા પુત્રને લાખ લાખ પ્રણામ.
***********************************************************************
01/06/2008
સંબંધોની મીઠાશ//પ્રા. રક્ષાબેન પ્ર.દવે//ચિનગારી એપ્રિલ થી જૂન ‘08
એનું નામ સમજોને કાવેરી.તેનું લગ્ન થયું.સાસરે ગઇ.પહેલે જ દિવસે નાહી ધોઇને ઉંબરો પૂજવા બેઠી.“હિરણ્યવર્ણા હરિણીં સુવર્ણરજતસ્ત્રજામ્ …” એમ ધીમા ધીમા શ્રીસૂક્તના મંત્રો ગણગણતી ઉંબરો પૂજતી હતી. ત્યારે તેણે જોયું કે તેના સાસુ પડખે ઊભાં ઊભાં જોતાં હતાં.તેને થયું કે તેઓ ખુશ થશે અને વખાણશે, પણ તે જેવી ઊભી થઇ કે તરત તેની સાસુ નીચા નમીને મસોતાથી ઉંબરો લૂછી નાખતાં બોલ્યાં, “અમારે ત્યાં આવો રિવાજ નથી તેથી આવું તારે અહીં ન કરવું.” કાવેરી તો સડક થઇ ગઇ, તેને તો કારણ વિના આવી ભોંઠપ અનુભવવા મળી. કેટલી નિરાશ થઇ હશે. કોડભરી વહુ ! પણ એણે હિંમત કરીને સાસુને સમજાવ્યું કે “ઉંબરો પૂજીએ તો ઘર મંદિર બને. અને તો લક્ષ્મીને આપણે ઘેર આવવું ગમે.” સાસુ બોલ્યાં, “એમ વાણિયા વેપારી પોતાની દુકાનનો ઉંબરો પૂજે છે.ઘરનો ઉંબરો પૂજાતા મેં જોયો નથી અને નાની એવી તું મને શું શિખામણ આપે છે? તારે તો મોટાં કહે એમ કર્યા કરવાનું, ડહાપણ નહીં બતાવવાનું અને તમારા બાપના ઘરના સંસ્કાર તમારા બાપના ઘરે, અહીં તો અમારી વાત.” એમ.એ.બી.એડ્. ભણેલી કાવેરી અને પાંચ ચોપડી ભણેલી સાસુ !
બીજે દિવસે પાછી સવાર પડી. કાવેરી પાછી ઉંબરો પૂજવા બેઠી.તેનાં સાસુ પાછળ આવીને ઊભા રહ્યાં અને ઉંબરો પૂજાયા પછી સાસુ ઉંબરો લૂછે તે પહેલાં કાવેરીએ લૂછી નાખ્યો અને પછી સાસુ સામે મધુર સ્મિત કરી નમીને ‘જય શ્રીકૃષ્ણ’કહ્યું:, ત્રણ ચાર દિવસ આવી રીતે ચાલ્યું. પછી એક વખત સાસુએ જ કહ્યું, “ લૂછી નાખતી નહીં, ભગવાને મારે ઘરે ભલે પગલાં પાડ્યાં.” ભણેલી પુત્રવધુનું ભણતર આવી રીતે કામ લાગવું જોઇએ. તડફડ કરીને ઝગડી પડવામાં ડહાપણ નથી. તો, આ કથામાં આપણે વહુને કેવો સંબંધ જાળવી રાખતા આવડ્યું તે જોયું. હવે સાસુને કેવું આવડવું જોઇએ, આવડી શકે-તે જોઇએ. એનું નામ સમજોને શ્રુતિ હતું. લગ્ન થયું નેપહલે જ દિવસે નાહી ધોઇને ઉંબરો પૂજવા બેઠી. શ્રીસૂક્તના મંત્રો ધીમે ધીમે ગણગણતી જતી હતી. સાસુમા પડખે ઊભાં ઊભાં જોતાં’તાં. ઉંબરો પૂજી લીધા પછી વહુના વાંસમાં વહાલથી ધબ્બો મારીને બોલ્યાં, “વાહ, બહુ સંસ્કારી છે મારી દીકરી. તું તો મારી લક્ષ્મી છે. લક્ષ્મી લક્ષ્મીને બોલાવે છે તો લક્ષ્મી જરૂર આપણે ઘેર વધતી રહેશે.” અને પછી પોતાની દીકરીને બોલાવીને કહ્યું,”જો, ભાભી પાસે ઘણું શીખવા જેવું છે. આવી રીતે ઉંબરો પૂજતા શીખી જા. તે ક્યો મંત્ર બોલતાં હતાં તે શીખી લે. કોઇની સારી વાતો તરત અપનાવી લેવાય” આખો દિવસ જ નહીં આખો જન્મારો સાસુવહુએ ઘરની સારી સારી વાતો આમ જ વખાણી વખાણીને ગ્રહણ કર્યા કરી. સાચે જ, આવું સમજપૂર્વક જીવતાં આવડે તો સંબંધોની મીઠાશને કદીયે ગ્રહણ ન લાગે.
************************************************************************
વૈભવ અને વિલાસ//ચિનગારી –એપ્રિલ,મે, જૂન,’08
ગમે તેટલું કામ કરવા છતાં હાથ
થાકે નહીં તે હાથનો વૈભવ. ગમે તેટલું ચાલવાનું થાય છતાં
પગ ઢીલા ન પડે તે પગનો વૈભવ.
ગમે તેવી ઠંડી ગરમીમાં પણ જેનું
શરીર ઢીલું ન પડે તે શરીરનો વૈભવ.
ટૂંકમાં જેની ઇન્દ્રિયો વશ છે ને
કલ્યાણકારક કામોમાં જે થાકતી નથી,
તે તેનો સાચો વૈભવ છે.
એથી ઊલટી પરિસ્થિતિ તે વિલાસ.
+++++++++++++++++++++++++++++++++
હસીને આવજો કહો,
સીપોર ગામની એક વિધવા બહેન. એમને એક દીકરી. વય છ વર્ષની. અવારનવાર દવા લેવા આવે.છોઅરી મને મામા કહે. અઢાર વર્ષની થઇ.લગ્ન થયું. થોડો સમય ગયો.ચોમાસાની એકાદ રાતે પ્રસૂતિ માટે ભાણીને લાવ્યા. તપાસતાં ખબર પડી કે હાલત ગંભીર હતી. બહાર આવીને બહેન જોડે વાત કરી. રોગની ગંભીરતા અને પરિણામ વિશે કહેતાં કહેતાં ગળગળો થઇ ગયો.પાછો અંદર જઇ સારવાર આપવાનો પ્રયત્ન કરતો હતો. મારી આંખમાં આંસુ જોઇ કહે “મામા, તમે કોઇવાર સ્ટેશને કોઇને વળાવવા નથી ગયા?”
મને વાત ન સમજાણી એટલામાં ભાણી બોલી, “મામા, સ્ટેશને વળાવવા જઇએ છીએ ને? હું મોટા ગામતરે જાઉં છું. એમાં રડો છો શું? બાને હિંમત આપો અને મને હસીને આવજો કહો.” ક્યાં નિષ્ણાત તબીબીશાસ્ત્ર અને ક્યાં આ શંકરાચાર્યનો અંશાવતાર! વિદાય તો લીધી જ. પરંતુ “ન મે મૃત્યુ શંકા….”
શંકરાચાર્યના નિર્વાણાષ્ટકને જીવતું કરી ગઇ.
વસંત પરીખ//ચિનગારી//એપ્રિલ થી જૂન ‘08
ઘણી જ સુંદર અનુભવવાણી…
અમેરિકાને સ્વતંત્રતા મળ્યા પછી સૌ અમેરિકનો પુરુષાર્થ કરવામાં લાગી ગયા હતા. ત્યાં પણ અસમાનતા હતી. ગરીબી હતી. સાબરમતીના સંત પ્રેરીત માર્ટીન લ્યુથર કિંગની આ કવિતા પ્રેરણા આપતી હતી:
God give us grace
each in his place
to bear his lot
And murmuring not
Endure and wait and labor.
અર્થાત હે પ્રભુ! અમને તું જે સ્થિતિમાં મૂકે તે સ્થિતિને પચાવતાં શીખવ.મારી આજુબાજુની કુદરતી સ્થિતિની સામે લાંબી બડબડ કરવાને બદલે એક બાજુ તે માટે હું સહિષ્ણુ બનું, મારા સારા સંયોગની રાહ જોઉં અને સૌથી ઉપરવટ હું આજથી જ સતત પુરુષાર્થ અને શ્રમમાં લાગી જઈને પરસેવો પાડું તેવી બુદ્ધિ આપ.
gr888888888
sabarmati na sant ni kamal dekhadava mate koike to ena sishya banvu pade ane emni vato felavi pade ..aama gandhiji karta aapne hansa ben ne dad aapsu barobar ne??????????
આવું સમજપૂર્વક જીવતાં આવડ
ે
તો
સંબંધોની મીઠાશને કદીયે ગ્રહણ ન લાગે.
vanndha aa TO maa j che…
HELOO
‘ સાબરમતી કે સંત, તૂને કર દિયા કમાલ.’
Aa Lekha vachavo khubaj gamyo
thanks
best of luck
neeta ni comment vachi ne ,
mane saru lagyu.
neeta ae sachi vat kari ke guru karta sishyano falo aama vadhu che.
hansa ben tame aavij rite felavo chalu rakhajo,
ame pan badhane aa vat karvana.
very good hansa ben
thank you hansaben ,
thank you neeta
ગાંધીજીએ જીવતા હતા ત્યારે અને એમના ગયા પછી એમની આત્મકથા દ્વારા તથા એમની વિવિધ પ્રવૃતિઓ દ્વારા એમણે કેટલાયના જીવન પરિવર્તન કર્યાં હશે. પણ આપણને એની ખબર નથી. આવા પ્રસંગો વાંચીને આપણને એ હાડચામનાં બનેલ એક માણસની આત્મિક શક્તિનો અંદાજો આવે છે. એમનેમ કાંઈ એમને કોઈ રાષ્ટ્રપિતા ન કહે.
ખરી વાત તો એ છે કે આપણે જ એમને ઘર કી મૂર્ગી દાલ બરાબર -ના ન્યાયે ઉચિત સન્માન નથી આપ્યું. ગાંધીજીનો ફાળો માત્ર ભારતને બ્રિટીશરોથી આઝાદ કરાવવામાં જ ન હતો પણ વ્યક્તિગત અને સામાજિક તથા નૈતિક ઉત્થાનમાં પણ હતો. આવી અનેક ગાથાઓ એની સાબિતીરૂપ છે.
અને હા … સુધરવા માટે ખુલ્લી આંખ અને સાફ હૃદયની જ જરૂર છે. ભલે ચામડી ગોરી હોય, કાળી હોય કે ઘઉંવર્ણી … તે અગત્યનું નથી.
લેખ પ્રસ્તુત કરવા બદલ ગોપાલભાઈને તથા લખવા બદલ હંસાબેનની કલમને ધન્યવાદ.