તો, પપ્પા !હવે ફોન મૂકું?**મનહર ત્રીવેદી
તમને એ મોજ જરી આવે
તે થયું મને
એસ.ટી. ડી.ની ડાળખીએ ટહુકું !
હોસ્ટેલને?….. હોસ્ટેલ તો ફાવે છે……
જેમકે કાંટામાં સચવાતું ફૂલ
તોયે એ તો ઉઘડે છે…..
રંગભર્યું મહેકે છે…….
ડાળખીમાં કરે ઝૂલાઝુલ….
ફાગણના લીલા કુંજાર
કોઇ ઝાડવાનું પાન
એમ થાય નહીં સૂકું,
તો પપ્પા, હવે ફોન મૂકું?
મારી બા જલ્સામાં?…..
બાજુમાં ઊભી છે?…..
ના,ના, …….
તો વાસણ છો માંજતી
કે’જો
આ દીકરીએ તારા સૌ સપનાઓ
રાત પડે નિંદરમાં આંજતી,
સાચવજો…..
ભોળી છે…..
ચિંતાળુ……..
ભૂલકણી…….
પાડજો ના વાંકુ કે ચૂકું
તો પપ્પા,
હવે ફોન મૂકું?
શું લીધું?…….
સ્કૂટરને?……
શમ્મુ તો કે’તો તો…..
ફ્રીજ શું લીધું?…..
સ્કૂટરને…
ભારે ઉતાવળા,
કેવા છો જિદ્દી?
ને હપ્તા ને વ્યાજ?…
વળી,
ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તે વાતોના ગાડા ભરાય!
કહુ, હાઇકુમાં,
એટલે કે ટૂંકુ,
તો પપ્પા
હવે ફોન મૂકું?
REALLY ITS A VERY NICE … AAP SHODHI LAAVYA SAHU MATE.. KHUB KHUB AABHAR..
Wah Gopalbhai – taame kharu kam karyu – kya thi sodhyu a sundar geet
અભિનંદન ગોપાલભાઇ…
આ વાંચેલું હતું…પરંતુ આખું યાદ નહોતું કે કવિનું નામ પણ યાદ આવતું નહોતું. કયા પુસ્તકમાંથી મળ્યું…મારી પાસે આ પુસ્તક છે..પણ કયું એ યાદ નથી..
મારું અતિ પ્રિય કાવ્ય….
આભાર….
વાહ ગોપાલકાકા…. ખૂબ જ સરસ કાવ્ય…
શોધી લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર…
Thank you Kaka….
Thank you so much….
I am gonna copy this for my tahuko as well…
Once again, thank you so much,
from Jayshree & Jayshro
મનહરનું ગીત ફરી ફરી માણવાનું ગમે
કહુ, હાઇકુમાં,
એટલે કે ટૂંકુ,
તો પપ્પા
હવે ફોન મૂકું?
એક હલકી કસક અનુભવાય્
Saras!