Archive for May 13th, 2008

આટલું જરી ભૂલશો નહીં– ઉમાશંકર જોશી

મંગળવાર તેરમી મે,2008 ને વૈશાખ સુદ નોમ, 2064

આટલું જરા ભૂલશો નહીં—ઉમાશંકર જોશી મોતીનીઢગલી :1/લોકમિલાપ/પાનું29

તમે આગળ ઉપર હાઇકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઇને દીપી ઉઠો, ધારાસભા ગજવો કે મોટીમોટી મેદની ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષબની જાઓ, પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે–
તમે અહીં અત્યારે ભણો છો, એ અકસ્માત જ છે.તમે અહીં ભણો છો…. ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચડી પંખીડાં ઉડાડે છે, શહેરનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે, વીશીઓના અંગીઠા આગળ શેકાય છે. અથવા તો મુંબઇની ચોપાટી પર પગચંપી કરે છે. કોઇ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત, એ તમારે ઠેકાણે હોત…તો?
આગળઉપર જ્યારે તમે મોટા તિસ મારખાં બની જાઓ, ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં.અનેક લાલચો અને પ્રલોભનો હોય, પણ પેલાં વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે,મારું કાળજું તો, અરે ત્યાં રહી ગયું-જ્યાં પેલાં કુમળાં બાળકો ટોયાં બની પંખી ઉડાડે છે, છાપાં વેચવા ફૂટપાથ પર દોડે છે, કપરી મજૂરીમાં ઘસાઇ જાય છે.


1 comment May 13, 2008


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Feeds