આવ રે બલા! તારે ગળે વળગું !/મીરા ભટ્ટ્
May 12, 2008
આવ રે બલા ! તારે ગળે વળગું ! /મીરા ભટ્ટ/જન્મભૂમિ પ્રવાસી/રવિવાર 11મી મે2008
જાણવા છતાં માણસ સામે ચાલીને વહોરી લે છે તેવી આ સદીની બલાનું નામ છે—મોબાઇલ. દેશી ભાષામાં ગાળ દેવી હોય હોય તો મ્હોં બળેલ ! પણ ગમે તે ગાળ દો, આમ માણસની સાઇકલ કરતાં પણ વધુ વ્યાપક પ્રમાણમાં એ જણે-જણે પહોંચી ગયો છે.
શરૂ શરૂનાં વર્ષોની વાત. બે કઠિયારણ માથા પર લાકડાંની ભારી લઇને સડક પરથી પસાર થઇ રહી હતી, ત્યાં સામેથી એક સાઇકલસવાર પોતાની ગરદન વાંકી રાખીને કશુંક બબડતો બબડતો પેલી બાઇઓ પાસેથી પસાર થયો. ઘડીક નવાઇપૂર્વક સામે જોઇ હસતાં હસતાં એક બહેન કહે,”કોઇ ગાંડો લાગે છે!” પણ આ ગાંડપણ હવે ઘરે ઘરે પહોંચી ગયું છે. મમ્મી-પપ્પા, પપ્પુ-સ્વીટી સૌ માટે અલાયદો મોબાઇલ ! સૌના ચંપલ જુદા એમ મોબાઇલ પણ જુદા જ જોઇએ ને ! ભલે ભાઇ ભલે વાપરો મોબાઇલ, પરંતુ એની સામે ચેતવણીના જે સૂર આવેચી તેને કાન માંડીને સાંભળશો ને? કે તે માટે ખાસ મોબાઇલ ફોન જોડવો પડશે? આ કોઇ મારા ખિસ્સાની વાત નથી, એપોલો મેડિકલ ટીમે બહાર પાડેલી હકીકત છે.અને એણે વિનંતી કરી છે કે મહેરબાની કરીને આ ઉપયોગી માહિતીને ચોમેર ફેલાવો. આ ઉપરાંત હું પત્રકાર પણ ખરી એટલે આ પ્રચારિયો લેખ લખવા કલમ ઉપાડી છે. તમે પણ કલમ-કાગળ હાથમાં લઇને જ આ સૂચનાઓ વાંચો ! (1) કટોકટી વેળાએ – તમે કવરેજ એરિયાના મોબાઇલ નેટવર્કથી બહાર હો અને અચાનક કોઇ કટોકટી સર્જાય તો 112 નંબર પર ડાયલ કરો, તો તમારો સંદેશો પહોંચી જશે. ખૂબી તો એ છે કે મોબાઇલનું કીપેડ બંધ હશે તો પણ 112 નંબર તો લાગશે જ લાગશે. અબી હાલ જ નંબર દબાવી જુઓ ને !-112 (2) તમે તમારી ગાડીની ચાવી ગાડીમાં જ ભૂલી ગયાછો અને વધારાની ચાવી ઘેર પડી છે, તો ઘેર કોઇને પણ સેલફોન પર બોલાવો. તમારી ગાડીના દરવાજાથી એક ફૂટ દૂર ઊભા રહીને ઘરના માણસને મોબાઇલને છેડેથી પકડીને અનલોકડ બટન દાબવા કહો. તરત જ ગાડીના બારણાં ખૂલી જશે.અંતરનો કોઇ પ્રશ્ન જ નથી, માત્ર તમારા સ્વજન પાસે ગાડીનો રિમોટ નંબર જોઇએ. (3)ધરો કે ફોનની બેટરી ખલાસ થઇ રહી છે અને તમારું ચાર્જર તમારી પાસે નથી અને તમે કોઇ મહત્ત્વના ફોનની પ્રતીક્ષામાં છો, તો નોકિયા મોબાઇલ પાસે આનો વિશેષ નુસખો ચી. 3370# પર દબાવો અને તમારા ફોનમાં પચાસ ટકા વીજળીનો વધારો થશે. એમાં પેલો ફોન આવી જાય તો ભયો ભયો .આ છે આરક્ષિત પાવર.જ્યારે ચાર્જ કરશો ત્યારે ફરી પાછો આ વપરાયેલો પાવર પણ આરક્ષિત થઇ જશે. (4)તમારો ફોન ચોરાઇ ગયો છે અને હવે તેને કામ કરતો બંધ કરવો છે, તો આ નંબર પર આંગળી દબાવો.#06# તમારા પડદા પર A-15 નંબર દેખાશે. તમારો આ ખાસ નંબર છે, એને ક્યંક લખી રાખો. તમારો ફોન જ્યારે ચોરાઇ જાય ત્યારે તમારા દુકાનદારને ફોન કરીને આ કૉડ નંબર જણાવો. એ લોકો તમારા મોબાઇલને એ રીતે નકામો કરી નાખશે કે ચોરનાર સીમ કાર્ડ બદલાવી નાખે તો પણ તમારો ફોન સાવ નકામો થઇ જઇ માથે પડશે. તમને ફાયદો કશો નહીં, બસ, સામાવાળાને અંગૂઠો બતાવવાની એક તક મળશે ! (5)મોબાઇલ પકડવાની રીત:કોઇને નંબર લગાડો ત્યરે જ્યાં સુધી સામેથી અવાજ ન સંભળાય ત્યાં સુધી મોબાઇલને તમારા કાનને અડાડશો નહીં, કારણકે જ્યારે બટન દબાવો છો ત્યારે સૌથી વધારે પાવર વપરાય છે, જે છે: 2watts= 33 dpi. તમારે આ મેસેજ સાંભળવાનો છે.’તમારા મગજને બચાવો.’ મોબાઇલ વાપરો ત્યારે ડાબા કાનનો ઉપયોગ કરો, કારણ ખબર છે ને? તમારું હ્રદય ડાબી બાજુ, પણ તમારું મગજ જમણી બાજુ છે. એટલે એને બચાવી લેવા આટલી અસ્પૃશ્યતા તમારે કેળવી લેવી પડશે. છેલ્લે એક ખાનગી વાત કહી દઉં ? સ્વજનોના ખૂબ આગ્રહ છતાં હજુ સુધી મેં મારો અંગત મોબાઇલ વસાવ્યો નથી, બસ, બીજાના મોબાઇલ પર ફોન આવે ત્યારે સલામત અંતર રાખી વાત કરી લઉં.રાતે તો કદીય ઓશીકા નીચે કે અડ્ખે –પડખે કોઇ મોબાઇલ કે કોઇ કોર્ડલેસને ડોકાવા ન દઉં ! બલા જેટલી આઘી, તેટલા સુખી ! પણ લોકોને બલા સામે ચાલીને ગળે વળગાડવાની હોંશ થાય છે તેનું શું ? એટલે ઉપરની વાતોમાં કેટલો વિશ્વાસ રાખવો તે તમે જાણો ! આપણે તો કહીને છુટ્ટા !
Entry Filed under: Uncategorized. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | May 12, 2008 at 5:53 pm
મોબઈલ ફોન અંગે પ્રચારને લીધે જાણીતી થયેલી ઉપયોગી માહિતીને ફરીથી ગણે ઉતરે તેવી રમુજી રીતે રજુ કરવા બદલ ધન્યવાદ્