મોતીની ઢગલી-1 માંથી

May 6, 2008

શનિવાર, ત્રીજી મે,2008 ને ચૈત્ર વદ તેરસ 2064

રહસ્ય/એફ.એલ.લ્યૂકસ મોતીની ઢગલી:1/લોકમિલાપ ટ્રસ્ટ/પાનું 28

ચીનમાં એક જમાનામાં એક એવું કુંટુંબ વસતું હતું કે જેની નવ-નવ પેઢીઓ સુધી સાસરે જતી દીકરીઓ સિવાય બીજું કોઇ જ કુટુંબીજન ઘર છોડીને ચાલ્યું ગયું નહોતું. આવા સુખી ગૃહજીવનની ખ્યાતિ ફેલાતી ફેલાતી શહેનશાહ સુધી પહોંચી.આ વાતનું રહસ્ય જાણી લાવવા એમણે કાસદ મોકલ્યો. કુટુંબના વડદાદાજીએ લંબો કઅગળ અને પીંછી લઇને ચીની ચિત્ર-લિપિમાં અનેક શબ્દો આલેખ્યા અને પોતાનો ઉત્તર શાહી દૂતને સોંપ્યો. પછી શહેનશાહે પોતે જ્યારે એ પત્ર-ફીંડલું ઉખેળ્યું, ત્યારે તેની પર બીજું કાંઇ નહિપણ “ધીરજ” માટેનું ચિત્ર-પ્રતીક એકસો વાર આલેખાયેલું નિહાળ્યું.
શનિવાર, ત્રીજી મે 2008 ને ચૈત્ર વદ તેરસ 2064

“તે ચૂકવીને આવીશ”/મનુભાઇ પંચોળી “દર્શક”

મોતીની ઢગલી:1/લોકમિલાપ ટ્રસ્ટ/પાનું 9
મારા પિતાજી ગુજરી ગયા, તે વખતે મારાં બાને મેં કહ્યું,” બા, હવે તમે આંબલા આવો; અહીં એકલાં રહેવું નહીં ફાવે.” બા કહે:”હજુ અહીં રહેવું પડે તેમ છે. તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઇ લાવતા, તેમાં 70-80 રૂપિયા ચૂકવવાના બાકી છે; તે ચૂકવીને હું આવીશ.” મેં કહ્યું,”એ કઇ મોટી વાત છે? હું સાંજે એની દુકાને જઇને રકમ ભરી આપીશ.” મારી બા કહે, “એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઇએ; એ તો હું વેંત કરીશ.” હું જાણતો હતો કે ઘરમાં કાંઇ નથી.મારા બાપુજીને 20-22 રૂપિયા પેંશન મળતું.એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ-ભાણેજડાંને ટાણેટચકે સાચવતા.મેં કહ્યું,”બા, તું ક્યાંથી ભરીશ?મરનારના વારસ તરીકે તેનું આ બધું દેણું હું ભરી આપીશ.” બા બોલ્યાં,”તું વારસ,ને ભરે તે વાત સાચી.પણ આ તો હું જ ભરીશ.તું માથાઝીંક ન કર.” તે ન જ માન્યાં.ત્રણ મહિને દેણું ભર્યું. કેવી રીતે કમાયં હશે?બાંધણી બંધી હશે?ભગવાન જાણે !પણ પોતાની જાતકમાણીથી દેણું ભર્યું;પછી જ અંબલા આવ્યાં.

Entry Filed under: Uncategorized. .

1 Comment Add your own

  • 1. pragnaju  |  May 6, 2008 at 6:59 pm

    બન્ને વાર્તાઓ બોધપ્રદ,ટૂંકી અને સૂદર
    આવી વાર્તાઓ અવાર નવાર જરુર આપતા રહેશો

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Feeds