મન મોર બની થનગાટ કરે

April 30, 2008

ત્રીસમી એપ્રિલ2008 ને બુધવાર,ચૈત્ર વદ નોમ2064

નવી વર્ષા//કવિવર રવીંદ્રનાથ//અનુવાદ:ઝવેરચંદ મેઘાણી//સોના-નાવડી//પાનું:325

મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચંહુ ઑર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ
કોને કલ-સાદ કરે.
મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન ક્પોતની પાંખ ખૂલે.
મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે મારાં લોચનમાં મદઘેન ભરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે !મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
ઓલી કોણ કરી લટ મોકળીયું
ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે !
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે !
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે, પટકૂળ નવે પાણી-ઘાટ પરે !

એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇરહી, એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે, ચકચૂર બની ફૂલ-ડાળ પરે !
વિખરેલ અંબોડાનાઅળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘંઘોર ઝરે ચહું ઑર,
મારું મન મોર બની થનગાટ કરે.
મનમોર બની થનગાટ કરે.

Entry Filed under: Uncategorized. .

1 Comment Add your own

  • 1. pragnaju  |  April 30, 2008 at 7:11 pm

    કવિવર રવીંદ્રનાથની રચના અને અનુવાદ ઝવેરચંદ મેઘાણીનો હોય પછી જોવું જ શું!
    કેવી સુંદર પંક્તીઓ
    મન મોર બની થનગાટ કરે.
    ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે.
    નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
    નવ દીન ક્પોતની પાંખ ખૂલે.
    મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
    ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Recent Comments

pragnaju on વૈષ્ણવજનતો…
Chirag Patel on કર્ણ અને કૃ…
pragnaju on વિવેકાનંદ …
pragnaju on પ્રતીક્ષાન…
pragnaju on કૃષ્ણ અને મ…

Categories

Top Posts

Blog Stats

Calendar

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Feeds