કેટલાંક ગમતાં શેર “ઘાયલ”ના
(1)વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં.
(2)
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતાં હિંમત તો જુઓ કે નામ અમૃતાલાલ રાખેલ છે.
(3) અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
આ મારી શાયરી તો સંજીવની છે “ઘાયલ”
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
બધાને ગમતા
વારંવાર માણેલા
શેરો
મઝા આવી