Feeds:
Posts
Comments

Archive for April, 2008

ત્રીસમી એપ્રિલ2008 ને બુધવાર,ચૈત્ર વદ નોમ2064
નવી વર્ષા//કવિવર રવીંદ્રનાથ//અનુવાદ:ઝવેરચંદ મેઘાણી//સોના-નાવડી//પાનું:325
મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચંહુ ઑર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ
કોને કલ-સાદ કરે.
મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી [...]

Read Full Post »

ઉચ્ચ મસ્તક// ઝવેરચંદ મેઘાણી//સોના-નાવડી//પાનું62
મા સર્વથી વ્હાલું તને હો ઉચ્ચ મસ્તક !
બેડી, રસી, ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક !
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
મે’ણાં જૂઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક !
કરવા ખુલાસા થોભતી [...]

Read Full Post »

રવિ સમ…

રવિ સમ તેજ રાશિને,
ઉદયને અસ્ત આવેછે.
શશી સમ શાંત રેખા પણ,
વધીને ક્ષીણ થાયે છે.
સમંદરના તરંગોને પણ
ભરતી ઓટ આવે છે,
રડે શાને ઓ માનવ તું,
સુખો દુઃખ લઇને આવે છે.
અજ્ઞાત

Read Full Post »

શુક્રવાર,25મી એપ્રિલ2008 ને ચૈત્ર વદ પાંચમ 2064
ધણ રે બોલે ને—//ઝવેરચંદ મેઘાણી
(ઢાળ: ભજનનો)
ધણ રે બોલે ને એરણ સાંભળે હો…જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો….જી.
એજી સાંભળે વેદનાની વાત–
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો…જી.
બહુ દિન ઘડી રે તરવાર,
ઘડી કાંઇ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહાર:
[...]

Read Full Post »

મારી બલ્લા//હરીંદ્ર દવે//ચાંદની તે રાધા રે//પાનું 70
એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
[...]

Read Full Post »

રાધા//દેવજી મોઢા//ચાંદની તે રાધારે//પાનું 21
વરસી વહાલ અગાધા
મુજમાં કાંઇ ન હોતું તેને યે તેં
દીધ બનાવી રાધા !
હું સાધારણ ગોપ-બાલિકા,
તું મથુરાનો રાજા !
મિલકતમાં મટુકી મુજને,
તુજ વૈભવને નવ માઝા !
અણ-સરખાં બે અંતર,
તેને સમાતા-દોરે સાંધ્યાં !
મુજમાં….
હેલ લઇ જમુના-ઘાટે
ક્યાં જલ ભરવા મુજ જાવું !
માર્ગમહીં [...]

Read Full Post »

એકવીસમી એપ્રિલ 2008 ને ચૈત્ર વદ એકમ 2064
ગોકુળમાં કોણ હતી રાધા?//ઇસુદાન ગઢવી
દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન!
ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઇશ માધા?
તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં,
તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે
આવા તે સોગન શીદ ખાધા?
તો શું જવાબ દઇશ માધા?….
રાધાના [...]

Read Full Post »

કેમ કરી આવવું?//ઇસુભાઇ ગઢવી//અખંડ આનંદ એપ્રિલ,2008
શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવવું?
એવડા તે દ્વારકામાં
આવડું આ ગોકુળ ,
કહેને રે શ્યામ કેમ લાવવું?
તારી દ્વારકામાં કેમ કરી આવવું?
જમનાની સાટું તું દરિયો આપે છે
પણ દરિયામાં પૂર કેમ આવશે?
તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં
કેમ કરી વનરાવન વાવવું?
તારી દ્વારકામાં કેમ કરી આવવું?
વાંસળિયું સાટું તું સોનાની શરણાયું
દેવાની દે છે [...]

Read Full Post »

દીકરો ! //ઝવેરચંદ મેઘાણી//સૌરાષ્ટ્ર ની રસધાર ”આપા દેવાત! આ તમ સારુ થઇને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.”
એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુંનું પડતલું ધરે છે અને જાણે કોઇ ખાંડિયાની પાસે [...]

Read Full Post »

કેટલાંક ગમતાં શેર “ઘાયલ”ના
(1)વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં.
(2)
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતાં હિંમત [...]

Read Full Post »

Older Posts »