રવિવાર, 20 જન્યુઆરી2008 ને પોષ સુદ બારશ 2064
મ્રૂત્યુ :એક કારકુનનું//વિપિન પરીખ
હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે
એવું અભિમાન હવે નથી રહ્યું.
એક દિવસ
દુનિયાની કાયાપલટ કરવાની
હોંશ લઇ વાળેલી અક્કડ મુઠ્ઠી
દુનિયાદારીથી ભીંજાઇ હવે પોચી થઇ છે.
જે બસમાં હું રોજ મુસાફરી કરુંછું એ
101નંબરમાં
મારી બેઠક ખાલી નહીં રહે.
ઑફિસમાં
ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે
ટાંપીને બેઠેલો કલાર્ક
સાહેબની આજુબાજુ [...]
Archive for January, 2008
મ્રૂત્યુ//વિપિન પરીખ
Posted in Uncategorized on January 20, 2008 | 2 Comments »
વાઘરીવાડની રૂડકી
Posted in Uncategorized on January 17, 2008 | 1 Comment »
ગુરૂવાર 17જાન્યુઆરી 2008 ને પોષ સુદ નોમ2064
વાઘરીવાડની રૂડકી//સુંદરમ્
વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ અંગે અંગે ઓઘરાળા એના લૂગડાં પીંખાપીંખ
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે..
એક કાંખે એક છોકરું,બીજું હાથે ટીંગાતું જાય, માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
રૂડકીને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રૂવે ધોધ.
[...]
pustak ni parab-vapi
Posted in Uncategorized on January 10, 2008 | 1 Comment »
પ્રિય મિત્ર, આજે તમારી સાથે “પુસ્તક ની પરબ” બાબત થોડી વાતો કરવાનું મન છે.
વાપી(ગુજરાત) ખાતે 20 સપ્ટેમ્બર, 2004ને ગણેશચતુર્થીના શુભદિને આ પ્રવ્રૂતિ શરૂ થઇ
**આજ સુધી થયેલ કામનું વિહંગાવલોકન**
(1) અર્ધીસદીની વાચનયાત્રા ભાગ એકથી ચાર તથા ગાંધી ગંગા ભાગ એક તથા બે (લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર) દરેકની બસ્સો બસ્સો નકલો તેમજ બીજા પ્રકાશકોના લગભગ દશહજાર રૂપિયાના પુસ્તકોનું [...]
વસાવવા તેમજ ભેટ આપવા લાયક પુસ્તકોમાંથી કેટલાંક
Posted in Uncategorized on January 9, 2008 | 1 Comment »
વસાવવા તેમજ ભેટ આપવા લાયક પુસ્તકોમાંથી કેટલાંક
(1)પરમ સમીપે——- કુન્દનિકા કાપડિયા
(2)આનંદચર્ય——————- કાંતિ શાહ
(3)જીવન સંધ્યાનું સ્વાગત——મીરાં ભટટ
(4) માતરૂવંદના ભાગ 1,2,3—દીપક મહેતા
(5)પિતરૂ તર્પણ———- ડૉસરોજિની જિતેઁદ્ર
(6)માતરૂતર્પણ——-નંદિની ત્રિવેદી
(7)સુખને એક અવસર તો આપો—-રમેશપુરોહિત
(8)ઢાઇ અક્ષર પ્રેમ કા—-ગુણવંત શાહ
(9) ઓજસ અંતરના—-બળવંત દેસાઇ
(10)અલગારી રખડપટટી—-રસિક ઝવેરી
(11)દિલની વાતો, ભાગ 1,2,3——રસિક ઝવેરી
(12)ઝરૂખે [...]