માત્રુભક્તિ
અમેરિકી જાસૂસી વિમાજન યૂ-2ને તોડી પાડી રશિયાએ વિમાંચાલાક ગેરી પાવર્સની ધરપકડકરી હતી.એ સમયના રશિયાના વડાપ્રધાન ખ્રુશ્ચેવે વિશ્વના પ્રસિધ્ધ કાયદાશાશ્ત્રીઓને બોલાવી ગૅરી પાવર્સ પર મુકદમો ચલાવ્યો હતો.ગૅરીપાવર્સના માતાપિતાને પણ બોલાવવામાં આવ્યા હતાં. ન્યાયાધીશે ગૅરી પાવર્સને દસ વર્ષની કેદની સજા સાંભળી ગૅરીની મા આઘાતથી ઢળી પડતાં પાસે ઊભેલા એક રશિયન યુવાને એને પકડી લીધી. માએ યુવાનને આશ્ચર્યથી પૂછયું:”તું રશિયન હોવા છતાં મને સહારો કેમ આપ્યો?”’તમે અમેરિકનછો અને હું રશિયનછું એ વાત મહત્વની નથી.તમે “મા”છો એ જ મારે મન મહત્વની વાત વાતછે.”યુવાને જવાબ આપ્યો. ગુજરાતી ભાષામાં એકજ અક્ષરના બનેલા આ “મા”શબ્દમાં કેટલું મોટું મહાકાવ્ય છુપાયેલું છે! એ માતાના પોતાના બાળક પર અગણિત ઉપકારો હોય છે.એથી તોજગતના મહાપુરુષોએ માતાનો ખૂબ ખુબ મહિમા ગાયો છે.
*****************************************************************
ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે એમનાં માતા પૂતળીબાઇએ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી: “માંસ,મદિરા અને પરસ્ત્રીસંગથી દૂર રહેવું “ ગાંધીજીએ આ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણેંપાલન કર્યું હતું.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુધ્ધ્કેદીને એની પાસે પકડી લાવ્યા અને કહ્યું:”આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેંડ ભાગી જવા ઇચ્છતો હતો.”
નેપોલિયને કહ્યું: “દોસ્ત, જે પ્રિયતમાને મળવા માટે તું ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપામાં બેસી પાર કરવાનું સાહસ ખેડવા તૈયાર થયો હતો, એના માટે મને ઇર્ષ્યા થાય છે.”
“ના,મહારાજ!” કેદીએ કહ્યું:”હું તો મારી વ્રૂધ્ધ માતાને મળવા જતો હતો.” આ સાંભળતાં જ નેપોલિયને પોતાના સૈનિકોને કહ્યું: “આ કેદીને હમણાં ને હમણાં જ આપણા વહાણમાં બેસાડો ને નજીકમાં જ કોઇ અંગ્રેજ વહાણ દેખાતું હોયતો એને ઇંગ્લેંડ પહોચાડવાની વ્યવસ્થા કરો. મા પ્રત્યેના પ્રેમની વાત આવતાં જ નેપોલિયન જેવા શિસ્તના આગ્રહી સેનાપતિએ પણ યુધ્ધ્કેદીને સજા કરવાને બદલે માફી આપી અને ઉપરથીમદદ કરી
માત્રૂભક્તિ
December 31, 2007 by Gopal Parekh
please correct the title માતૃભક્તિ
નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. Khoob saras vaat.