હેતે હરિ રસ પીજિયે
હરિ કીર્તનની હેલી// વેણીભાઇ પુરોહિત
હરિ કીરતનની હેલી રે મનવા!
હરિ કીર્તનની હેલી—ધ્રુવ
ધ્યાન ભજનની અરસપરસમાં લાગી તાલાવેલી
ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા…હરિ0
મારાજીવનના ઉપવનમાં, વિવિધ પુષ્પિત વેલી;
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી રે મનવા…હરિ0
નયનામાંથી અગણિત ધારા, નભમાં જઇ વરસેલી
કેવી! અકળ અલૌકિક લીલા
કોઇએ નથી ઉકેલી રે મનવા…હરિ0
**************************************
પ્રભુ એવી દયા કર તું//કવિ વલ્લભ
પ્રભુ એવી દયા કર તું, વિષયને વાસના છૂટે;
ત્રિધા-તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે. પ્રભુ એવી દયા કર તું0
પરાયા દોષ જોવાની, ન થાઓ , વ્રૂત્તિ કે ઇચ્છા.
સુતાં કે જાગતાં મનમાં , મનમાં ,
મલિન વિચાર ના ઉઠે પ્રભુ એવી દયા ક્અર તું0
રહે નહિ, વસ્તુની મમતા, બધામાં હો, સદા સમતા;
રહે નહિ દંભ દિલડામાં, ત્રીગુણની શ્રૂંખલા તૂટે. પ્રભુ એવી દયા કર તું0
વ્રૂત્તિ ને ઇંદ્રિયો મારી, રહે તલ્લીન, તારામાં;
પ્રભુ “વલ્લભ” રહી શરણે, અલૌકિક ભકિત –રસ લૂંટે.
પ્રભુ એવી દયા કર તું0
સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારું;
રહું”એકતાર” તારામાં નહિ બીજું સ્ફૂરણ ફૂટે.
પ્રભુ એવી દયા કર તું0