Poem by Maya Angelo
ગુજરાતી ભાષાંતર : શ્રી સુરેશ દલાલ
જગમાં કેમ રહેવું?
આપણે આપણી રીતે રહેવું.
ખડક થવું હોય તો ખડક ,
નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખુલવું
અને ડાળી ઉપર ઝૂલવું
ભમરાનું ગીત આંખમાં આંજી,
કાંટાનું રૂપ ભૂલવું.
મૂંગા થઇને રહેવું,
કહેવું હોયતો
પંખીની જેમ કહેવું
પગલાં ભૂલી ચાલતા થવું
પંથની ઉપર મહાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જાવું
લેવું દેવું કાંઇ કશું નહીં
કેવળ હોવું એજ તો રહેવું
ખડક થવું….
કારતક વદ અગિયારસ 2064 ને બુધવાર તારીખ પાંચમી ડિસેમ્બર 2007