મા વિષેની એક કવિતા—બરકત વીરાણી ‘બેફામ’
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી–
એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે.
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે–
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
મા ઉદરમાં નવ મહિના
એના બાળકનો ભાર વેઠે છે…
માત્ર એ નવ મહિનાનો બદલો આપવા
ધારું તોય મારા નેવું વરસ પણૅ કંઇ વિસાતમાં નથી.
મા વિષે એક કવિતા
October 31, 2007 by Gopal Parekh