આસો વદ છઠ 2063 ને બુધવાર તા.31 ઓક્ટોબર 2007(સરદાર જયંતિ)
ભાણી—ઇંદુલાલ ગાંધી(‘ગોરસ’માંથી)
દિવાળીના દિન આવતા જાણી,
ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી.
માથે હતું કાળી રાતનું ધાબું,
માગી ત્રાગી કર્યો એકઠો સાબુ;
કોડી વિનાની હું કેટલે આંબુ?
રુદિયામાં એમ રડતી છાની,
ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી.
લૂગડામાં એક સાડલો જૂનો,
ઘાઘરો યે મેલો દાટ કે’દૂનો,
કમખાએ કર્યો કેવડો ગુનો?
તીને ત્રોફાયેલ ચીંથરાને કેમ
ઝીંકવું તાણી? ભાદરમાં [...]
Archive for October, 2007
ભાણી–ઇંદુલાલ ગાંધી
Posted in Uncategorized on October 31, 2007 | Leave a Comment »
મા વિષે એક કવિતા
Posted in Uncategorized on October 31, 2007 | Leave a Comment »
મા વિષેની એક કવિતા—બરકત વીરાણી ‘બેફામ’
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી–
એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે.
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે–
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
મા ઉદરમાં નવ મહિના
એના બાળકનો ભાર વેઠે છે…
માત્ર એ નવ મહિનાનો બદલો આપવા
ધારું [...]
લોક-ગીતા ભાગ ચોથો
Posted in Uncategorized on October 27, 2007 | Leave a Comment »
અધ્યાય બારમો (ભક્તિ યોગ)
આમ જે ભક્ત મારા થઇ સગુણ રૂપે ભજે મને તે સરસ નિરગુણિયાથી નિર્સ્ગુણની ભક્તિ આકરી….77
કોયનો કરે દ્વેષ મૈત્રી ને કરુણાભર્યો હું મારું ના ગણે, સાંખે, સુખદુઃખે ક્ષમાબળે………….78
સંતોશીથિર હૈયાનો ભક્ત જે દ્રઢ નિશ્ચયી મનબુધ્ધિ મારામાં વસે, તે વહાલો મને…………….79
અકારું લોક ના જેને, અકારો લોક્ને ન જે હરખશોક ભય ક્રોધ, નૈં [...]
લોકગીતા ભાગ ત્રણ
Posted in Uncategorized on October 25, 2007 | Leave a Comment »
લોક ગીતા —સ્વામી આનંદ
ભાગ-ત્રણ (અધ્યાય નવમો)
ત્યાં ધ્યાની કર્મયોગી રાજરુશિનું પૂછવું જ શું? જાણ નિશ્ચે કરી મારા ભક્તનો નાશ ના કદી……46
જે જે કૈં ખાય આપે કે જપતપ ધ્યાન તું કરે કરવાના કામ તે સરવે મને જ કર અર્પણ…….47
અધ્યાય દશમો(વિભૂતિ યોગ) ન જાણે મહિમા મારો મહર્ષિ દેવ કે મુનિ મૂળ હું સર્વ સ્રૂષ્ટિનું, જાણે તે સૌ [...]
લોક-ગીતા ભાગ 2
Posted in Uncategorized on October 19, 2007 | 1 Comment »
દુર્ગાષ્ટમી, 2063 ને શુક્રવાર ને ઓગણીસમી ઓક્ટોબર,2007
લોક-ગીતા સ્વામી આનંદ
(અધ્યાય છઠઠો-આત્મ સંયમ યોગ)
શ્રી ભગવાન બોલ્યા:
શાણે ઓધ્ધરવું જાતે, મનથી ના હારવું કદી
આપણે આપણા મિત્ર, આપણે શત્રુ આપણા…………..29
પણ ચંચળ મન;–એને નાથવું કેમ? હે પ્રભુ !
પોટલે બાંધવો વાને, એથી યે કામ આકરું…………….30
હે અર્જુન ! તો ય એ મનને લૈ ખીલે બાંધવું રહ્યું
વારેવારે મથીને યે વળી [...]
Posted in Uncategorized on October 15, 2007 | Leave a Comment »
લોક –ગીતા——-સ્વામી આનંદ
અધ્યાય પહેલો—- અર્જુન વિષાદ યોગ
ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે ઉભો અર્જુનનો રથ સારથી ક્રૂષ્ણ સાથે એ નિહાળે બેઉ સૅનને………….1
ત્યાં દીઠા અર્જુને ઉભા મારવા મરવા સહુ કાકા મામા ગુરુ દાદા ભાઇ પિતરાઇ સૌ સગા…….2
જોઇ અર્જુન ઊઠ્યો ધ્રૂજી કહે, હે ક્રૂષ્ણ! આ બધા [...]