29 અગસ્ટ 2007, શ્રાવણ વદ બીજ 2063,બુધવાર
જનેતાને
ક્ષમતા અગર તમે ત્યજી,
અમે ક્ષમા માંગવા કયાં જાશું?
જનનીના આશીર્વાદ વિના,
અમે ભીડ ભાંગવા કયાં જાશું?
વ્હાલ વિસામા તમે ચણ્યા,
પત્થરમાં પ્રાણ તમે પૂર્યા,
એને છાયા જો તમે નહીં આપો,
તો અમે વિસામા કયાં લઇશું?
ઉપકારો સૌ ભૂલી જાતા,
પુત્રો પરણીને પલટાતા,
પલટાશો પ્રૂથ્વીરૂપ તમે,
અમે પગે લાગવા કયાં જાશું?
Archive for August, 2007
જનેતાને
Posted in Uncategorized on August 30, 2007 | Leave a Comment »
રાધાજી દ્વારકામાં
Posted in Uncategorized on August 29, 2007 | Leave a Comment »
28/08/2007**શ્રાવણ સુદ પુનમ**રક્ષા બંધન**2063 મંગળવાર
રાધાજી દ્વારકામાં
રાધાજી ક્રૂષ્ણથી વિખૂટા પડ્યા બાદ વરસો પછી પોતાના પ્રિયતમને મળવા દ્વારકા પ્રભુને મહેલે ગયા, મહેલના દરવાનો તેમના અલૌકિક તેજથી અંજાઇ ગયા, કોઇને પણ તેમને અટકાવવાનું સૂઝયું નહીં, એક દરવાને દોડીને પ્રભુને સમાચાર આપ્યા કે પોતાને રાધા તરીકે ઓળખાવતી નારી ગોકુળથી આવી છે અને આપને મળવા માંગેછે,
રાધાનું [...]
ગોકુળમાં કોણ હતી રાધા?
Posted in Uncategorized on August 27, 2007 | 1 Comment »
ગોકુળમાં કોણ હતી રાધા?
ઇસુદાન ગઢવી
27/08/2007//શ્રાવણ સુદ ચૌદશ 2063//સોમવાર
દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણહતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોયે રાધા રમતી’તી સાત કોઠે. રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ [...]
જાણે મારી બલ્લા**હરીંદ્ર દવે
Posted in Uncategorized on August 25, 2007 | 1 Comment »
શનિવાર 25 અગસ્ટ 2007**શ્રાવણ સુદ બારસ 2063
મારી બલ્લા**હરીંદ્ર દવે**ચાંદની તે રાધા રે**સંપાદક—નીતિન વડગામા
એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાંને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનું ગમતીલું ગામ, વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો [...]
halve halve harji
Posted in Uncategorized on August 24, 2007 | Leave a Comment »
24 અગસ્ટ 2007, શનિવાર//શ્રાવણ સુદ એકાદશી,2063
હળવે હળવે હળવે હરજી// નરસિંહ મહેતા
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે; લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ [...]
gamatu male to
Posted in Uncategorized on August 24, 2007 | Leave a Comment »
ગમતું મળે તો//મકરંદ દવે//નજરું લાગી//સંપા-સુરેશ દલાલ તથા ભાલ મલજી
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? [...]
satyamev jayte
Posted in Uncategorized on August 24, 2007 | Leave a Comment »
satyamev jayte
ત્વમેવ માતા ચ *અનામી*17/08/07
Posted in Uncategorized on August 21, 2007 | Leave a Comment »
આવો,આવો
ઘણે દિવસે દેખાણા તમે,
તમારા ભાઇ શાક લેવા ગયા છે, આવતા જ હશે,
અગરબત્તીની ખુશ્બુ ગમી તમને?
મારા સાસુ સસરાને ફ્રેમમાં મઢાવી(પૂરી) દીધા અમે.
આ ફ્રેમ…એકેક હજારની થઇ,
માબાપ થી વધું શું?
રોજ રોજ ફૂલની માળા ને અગરબત્તી કરવાનો મારો નિયમ,
બોલો, આથી વધું કેટલું કરીએ આપણે એમનું?
હવે તો અગરબત્તી ને ફૂલ પણ મોંઘા થતા જાયછે
થાય શું?
તમારા ભાઇને તો રાજી રાખવા ને!
************************** [...]
શબરીના બોર
Posted in ભજન on August 19, 2007 | 1 Comment »
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે તો રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,
અંદરથી ચાખ્યા’તા રામને.
શબરીએ બોર……..
બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા
જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે,
આંગળીથી બોર એણે ચૂંટયા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને
શબરીએ બોર…….
રોમ રોમ રાહ જોતીઆંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે?
રામરામ રાત દિ [...]
ઘૂ ઘૂ ઘૂ –મિનપિયાસી/અભિયાન/15.02.1993
Posted in Uncategorized on August 17, 2007 | Leave a Comment »
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ ને કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ ને છછૂંદરોનું છૂ છૂ છૂ
કૂજનમાં શી કક્કાવારી? હું કૂદરતને પૂછુ છું,
ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હુ હુ હુ….કબૂતરોનું….
લખપતિઓના લાખ નફામાં સાચુંખોટું કળવું શું?
ટંકટંકની રોટી માટે રંકજનોને રળવું શું?
હરિ ભજે છે હોલો પીડિતોને હે પ્રભુ! [...]